ભાવનગર ડિવિઝન દ્વારા પ્લેટફોર્મ ટિકિટના દરમાં ઘટાડો કરીને રેલવે મુસાફરોને મોટી રાહત આપી છે. ભાવનગર ડિવિઝનના આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર સુશ્રી નીલાદેવી ઝાલાના જણાવ્યા મુજબ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી મનોજ ગોયલની સૂચના મુજબ ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ અને વેરાવળ રેલ્વે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટીકીટના દરો 24 નવેમ્બર, 2021 થી રૂ. 30 ને બદલે ઘટાડીને રૂ. 10 કરી દેવામાં આવ્યા છે. આ રીતે હવે ભાવનગર ડિવિઝનના તમામ નાના-મોટા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ ના દર 10 રૂપિયા કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે કોરોના સમયગાળા દરમિયાન રેલવે સ્ટેશનો પર મુસાફરોના બિનજરૂરી ધસારાને નિયંત્રિત કરવા માટે ટિકિટ મોંઘી કરવામાં આવી હતી.
રેલવે એડમિનિસ્ટ્રેશન મુસાફરોને માસ્ક પહેરવા, સામાજિક દૂરી રાખવા, સેનિટાઇઝરનો ઉપયોગ કરવા અથવા મુસાફરી દરમિયાન વારંવાર સાબુ અથવા હેન્ડવોશથી હાથ ધોવા અને COVID-19 ના તમામ પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરે છે.