નિયોન ફ્યુલ્સ લિ. એલ.પી.જી. બોટલિંગ પ્લાન્ટમાં ગેસ લીકેજ નું મોકડ્રીલ કરાયું
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
જોખમી કેમીકલ કારખાનાઓમાં સંભવિત અકસ્મારત/ઇર્મજન્સીાના સંજોગોમાં, જિલ્લાક વહીવટીતંત્ર દ્રારા તાત્કામલિક મદદ મળી રહે તેમજ તેઓમાં સતર્કતાનું પ્રમાણ જળવાઇ રહે તે હેતુથી, મોકડ્રીલ (રીહર્સલ) યોજાતા હોય છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાતના ડીસ્ટ્રી કટ ક્રાઇસીસ ગૃપ (DCG) દ્રારા જિલ્લાાના ભિલોડા તાલુકાના ખોંડબા ખાતે મોકડ્રીલ યોજાઇ હતી.
જેમાં નિયોન ફ્યુલ્સ લિ. ખાતે મોકડ્રીલના સિનારીયો તરીકે કંપીન ખાતે એલ.પી.જી. ટેન્કર સાથેની પાઇપ લાઇનમાં એલ.પી.જી. નુ લોડીંગ થઇ રહેલ હતુ. જે દરમ્યાન વાલ્વમાંથી લીકેજ થયેલ ગેસને સ્પાર્ક મળતા લાગેલ આગને કાબુમાં કરવાનું હોવાનુ ધારીને,આ ઇર્મજન્સીને કાબુમાં લેવા માટે કારખાનામાં ઉપલબ્ધ ફાયર સેફટી એન્ડ મેડીકલ ટીમો દ્રારા પ્રયત્ન કરવા છતાં સંજોગો કાબુમાં ન આવતા ,આ ઇર્મજન્સીને “ઓફ સાઇટ ઇર્મજન્સી “ જાહેર કરવામાં આવેલ હતી તથા મદદ માટે ડીસ્ટ્રી કટ ક્રાઇસીસ ગૃપ (DCG)ના તમામ સભ્યોને ટેલીફોનીક જાણ કરવામાં આવી હતી.
નિયોન ફ્યુલ્સ લિ. ખાતે યોજેલ મોકડ્રીલમાં આગને કાબુમાં લેવા ઘટના સ્થળે જિલ્લા વહીવટી તંત્રના અને ડીસ્ટ્રીક્ટ ક્રાઈસિસ ગૃપનાં સભ્યશ્રીઓ/અધિકારીશ્રીઓ તેમજ વિવિધ એજેન્સીઓ જેમ કે ફાયર બ્રિગેડ ટીમ , એમ્બુલેન્સ અને મેડીકલ ટીમ, પોલિસ વિભાગની ની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી હતી.
આ મોકડ્રીલ સમયે પ્રાંત અધિકારી શ્રી અમિત પરમાર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, ગાંધીનગરના અધિકારી શ્રી, નિયોન ફ્યુલ્સ લિ. ના માલિક તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.