કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના વાંકાનેર ગામની વાંકાનેર ગ્રુપ ગ્રામ પંચાયતનું ૬૦ વર્ષ જુનું મકાન જર્જરિત અવસ્થામાં હોય સત્વરે નવિન અધતન મકાન બનાવવા સંદર્ભે લેખિતમાં રજૂઆત કરાઈ છે.વાંકાનેર ગ્રુપ ગ્રામ પંચાયતમાં વિવિધ પ્રકારના કામકાજ અર્થે આવતા અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે.વર્ષો જુનું મકાન જર્જરિત અવસ્થા હોય ત્યારે પોપળા ઉખળી રહ્યા છે.વાંકાનેર ગ્રુપ ગ્રામ પંચાયતના સ્ટાફ અને અરજદારો પર કયારેક-કયારેક સિમેન્ટના પોપળા ધડધડ સીલીંગ પરથી પડતા હોય છે.ચોમાસા દરમિયાન વરસાદી પાણી ટપકતું હોય સરકારી રેકર્ડ પણ બગડતું હોય છે.વર્ષો જુનું મકાન જર્જરિત હોય ગમે ત્યારે ધારાશાયી થાય તેવી ભીતિ જાગૃત ગ્રામજનોએ વ્યક્ત કરી હતી.
વાંકાનેર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વિનોદભાઈ એ. બરંડા ( એડવોકેટ ) એ જણાવ્યું હતું કે અંદાજીત ૬૦ વર્ષ જુનું મકાન જર્જરિત અવસ્થા હોય નવિન અધતન મકાન બનાવવા માટે તાલુકા પંચાયત,જીલ્લા પંચાયતમાં દરખાસ્ત તૈયાર કરીને મોકલાવેલ છે.વાંકાનેર ગ્રુપ ગ્રામ પંચાયતનું વર્ષો જુનું મકાન જર્જરિત અવસ્થામાં હોય ત્યારે સત્વરે અધતન નવિન મકાન બનાવવામાં આવે તેવી આશા ગ્રામજનો રાખી રહ્યા છે.