Latest

ભિલોડા તાલુકા આદર્શ પ્રાથમિક શાળા નંબર 1ના પરિસરમાં સી.સી. ટી.વી કેમેરા લગાવાયા

– સલામતીના ભાગરૂપે શાળામાં 8 સી.સી. ટી.વી કેમેરા લગાવાયા
– અસામાજિક તત્ત્વો શાળાના બિલ્ડિંગમાં પ્રવેશી ભૌતિક સુવિધાઓની તોડફોડ કરીને કરતા હતા દુરુપયોગ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભિલોડા તાલુકા મથકે આવેલી આદર્શ પ્રાથમિક શાળા નંબર 1ના પરિસરમાં સલામતીના ભાગરૂપે 8 સી.સી. ટી.વી કેમેરા લગાવાયા આવ્યા છે. શાળા જ્યારે બંધ હોય ત્યારે અસામાજિક તત્ત્વો શાળા પરિસરમાં પ્રવેશ કરીને બિલ્ડીંગ અને ભૌતિક સુવિધાઓની તોડફોડ કરીને દુરુપયોગ કરતા હતા. આવી ગેરકાયદેસરની પ્રવૃતિ અટકાવી અસામાજિક તત્વોની ઓળખ થાય તે માટે પ્રાથમિક શાળાના પરિસરમાં 8 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે હાર્દસમા મુખ્ય બજાર વિસ્તારમાં આવેલ ભિલોડા તાલુકા આદર્શ પ્રાથમિક શાળા નંબર. 1 ના પરિસરમાં સલામતીના ભાગરૂપે 8 સી.સી. ટી.વી કેમેરા લગાવાયા છે.આચાર્ય કાંતીલાલ પટેલ સહિત સ્ટાફ પરીવારે જણાવ્યું હતું કે શાળા જ્યારે બંધ હોય ત્યારે અસામાજિક તત્ત્વો શાળા પરિસરમાં પ્રવેશ કરીને બિલ્ડીંગ અને ભૌતિક સુવિધાઓની તોડફોડ કરીને દુરુપયોગ કરતા હતા. સી.સી.ટી.વી કેમેરા લગાવાતા સમગ્ર શાળા પરિસરનું કંમ્પાઉન્ડ કવર થાય છે. અસામાજિક તત્ત્વો શાળામાં પ્રવેશ કરીને અનિચ્છનીય પ્રવૃત્તિ કરશે તો અસામાજિક તત્વોની ઓળખ સરળતાથી થશે અને અસામાજિક તત્વો વિરુદ્ધમાં કાયદાકીય રીતે ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં સરળતા રહેશે તેમ જણાવ્યું હતું. આચાર્ય, સ્ટાફ પરીવાર સહિત સેવાભાવી દાતાઓના સાથ અને સહકારથી ભિલોડા તાલુકા આદર્શ પ્રાથમિક શાળા નંબર. 1 ના પરિસરને અતિ સુંદર બનાવવા માટે ભગીરથ પ્રયત્નો હાથ ધર્યા છે. વિધાર્થીઓ,વાલીઓ સહિત જાગૃત ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *