Breaking NewsLatest

ભૂપેન્દ્ર પટેલે દિલ્હીથી વોલ્વો બસ મારફતે આજે વહેલી સવારે ગુજરાત પહોંચેલા યુવાઓને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પુષ્પ ગુચ્છ આપીને આવકાર્યા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

યુક્રેન રશિયા યુદ્ધ ની સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય અને ગુજરાતી યુવા વિદ્યાથીઓ ને ઓપરેશન ગંગા અંતર્ગત પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને પ્રયાસોથી સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે.

આ ઓપરેશન અન્વયે આવેલી પહેલી ફલાઇટમાં ગુજરાતના 100 જેટલા યુવા વિદ્યાથીઓ મુંબઈ અને દિલ્હી આવી ગયા છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીથી વોલ્વો બસ મારફતે આજે વહેલી સવારે ગુજરાત પહોંચેલા યુવાઓને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પુષ્પ ગુચ્છ આપીને આવકાર્યા હતા અને તેમના ક્ષેમ કુશળ પૂછ્યા હતા

મુખ્યમંત્રીશ્રી એ આ યુવાઓ સાથે સંવાદ કર્યો હતો તેમજ રાજ્ય સરકાર તેમની મદદ માટે તત્પર છે તેનો સધિયારો વાલીઓને આપ્યો હતો

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ અગ્ર સચિવ શ્રી હૈદર,ગાંધીનગર કલેકટર કુલદીપ આર્ય વગેરે આ વેળા એ જોડાયા હતા.
આ વિદ્યાથીઓ અને તેમના માતા પિતાએ હેમખેમ વતન પરત લાવવાની વ્યવસ્થા માટે પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી નો તેમજ ગુજરાત સુધી પહોંચાડવાની સુવિધા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ નો આભાર વ્યકત કર્યો હતો*હત

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *