Breaking NewsLatest

‘માન્યતા કરતા માનવતા ચઢીયાતી…રમઝાન મહિનાના પવિત્ર દિવસોમાં એક મુસ્લિમ યુવકે અંગદાન કરી “માનવતાની મિશાલ” પ્રસ્થાપિત કરી

અમદાવાદ: ‘અંગ દાન,મહાદાન….’ થોડાક સમય પહેલા માત્ર પુસ્તકમાં કે વાતોમાં શોભતુ આ સૂત્ર આજે સાચા અર્થમાં ચરિતાર્થ થયું છે. કદાચ કલ્પી પણ ન શકાય તે રીતે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 58 અંગદાન થયા હતા.

58માં અંગદાનના કિસ્સામાં ‘માન્યતા કરતા માનવતા’ ચઢિયાતી બની છે. કચ્છ જિલ્લાના ૨૫ વર્ષીય મુસ્લિમ યુવકને માર્ગ અકસ્માત નડ્યો. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેને બ્રેઈન ડેડ જાહેર કરાયો…સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમે પરિવારજનોને અંગદાન માટે સમજાવ્યો…

અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક સમાજ-ધર્મ-વર્ગમાં જુદા જુદા અથવા અગમ્ય કારણોસર અંગદાન સ્વીકાર્ય નથી. બેશક કદાચ તેની પાછળ અલગ માન્યતા હોઈ શકે, તે આખો અલગ વિષય છે. એ સમાજમાંથી આ યુવકનો પરિવાર હોવા છતા સિવિલ હોસ્પિટલના તબીબોની સમજાવટના પગલે મુસ્લિમ યુવકના પરિવારે ‘માન્યતા’ કરતા ‘માનવતા’ને મહત્વ આપ્યું. રમઝાનના પવિત્ર માસમાં મુસ્લિમ સમાજના યુવકના પરિવારજનોએ અંગદાનનો પાક નિર્ણય કરીને પરવરદિગારને ઇબાદત સમર્પિત કરી છે.

મુસ્લિમ યુવકને બ્રેઇનડેડ શરીરને રીટ્રાઇવલમાં લઇ જતા પહેલા હંમેશાની જેમ જ્યારે સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા પ્રાર્થના કરવામાં આવી ત્યારે રમઝાનના મહિનામાં પોતાના સ્વજનના આત્માની શાંતિ માટે એક બાજુ મુસ્લિમ પરિવારજનો “કલમા પઢી રહ્યા હતા” જ્યારે અન્ય બાજુએ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ઇશ્વરને પ્રાર્થના કરતા સર્વ ધર્મ સમભાવ ના દ્રશ્યો સર્જાયા હતા.

સિવિલ હોસ્પિટલમાં થયેલ છેલ્લા ચાર અંગદાનમાં બકુલભાઇ વાધેલાને રોડ અકસ્માત, લાડુબેન માછીને બ્રેઇન હેમરેજ, જે મુસ્લિમ બ્રેઇન ડેડ યુવકના પરિવારજનોએ અંગદાન કર્યું તેને માર્ગ અકસ્માત અને લલીતાબેન સાધુને બ્રેઇન હેમરેજ થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

આ તમામ બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોને જ્યારે સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમ દ્વારા અંગદાન માટે સમજાવતા પરિવારજનોએ અંગદાનની સંમતિ દર્શાવી. સિવિલ હોસ્પિટલના અંગદાનના મહાયજ્ઞના શરૂઆતના દિવસોમાં પરિવારજનોને અંગદાન માટે સમજણ આપવામાં જે પડકારોનો સામનો કરવો પડતો તેમાં મહદઅંશે અંત આવ્યો છે. આજે સમાજમાં પ્રવર્તેલી જાગૃતિના પરિણામે પરિવારજનો અંગદાન માટે સરળતાથી સંમતિ આપી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી કહે છે કે, કોઇપણ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં છેલ્લા 25 દિવસમાં કુલ ૧૧ વ્યક્તિઓના અંગદાન કરવામાં આવ્યા હોય તેવી પ્રથમ ઘટના છે. છેલ્લા માત્ર ૩૬ કલાકના સમયમાં ત્રણ વ્યક્તિઓના અંગદાન કરવામાં આવ્યા. છેલ્લા એક મહીના માં ૧૧ અંગદાન થકી કુલ ૧૯ કીડની, કુલ ૧૦ લીવર, ૧ સ્વાદુપિંડ, ૨ હ્રદય તેમજ ૪ ફેફસા મળી કુલ ૩૬ અંગોનુ દાન મળ્યુ. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલ દ્વારા કુલ ૫૮ વ્યક્તિઓના અંગદાન થકી ૨૨૧ અંગોનું દાન મેળવવામાં આવ્યુ જે થકી ૧૫૯ વ્યક્તિઓને નવુ જીવન મળ્યું છે….’ એમ તેઓ ઉમેરે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી દ્વારા સિવિલ હોસ્પિટલ ની SOTTO(State Organ And Tissue Transplant Organisation) ટીમને મળતા સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન સાથે સમાજ અને સેવાભાવી સંસ્થાઓના વ્યારા પ્રયાસોથી અંગદાન ક્ષેત્રે સફળ પરિણામો મળી રહ્યા છે. તથા હોસ્પિટ્લમાં આ અંગે જરુરી માળખાકીય સુવિધા ઉભી કરી તેમજ વધુમાં વધુ લોકોમા પ્રવર્તેલી જાગરૂકતાના ફળ સ્વરુપે ૭ મહીનાના ટુંકા ગાળામાં સિવિલ હોસ્પિટલે ૫૦ અંગદાનની રેકોર્ડ કામગીરી કરી કેટલાય લોકોના જીવનમાં ઉજાસ પાથરવાનુ ભગીરથ કામ થયું છે. સો સો સાલામ છે આવા કર્મવીરોને….

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ડી-કેબિન ખાતે નવનિર્મિત રોડ અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મેયર શ્રીમતી…

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા દ્વારા પ્રથમ થ્રી ફેસ ઇલેક્ટ્રિક લોકોનું ટીઓએચ મુખ્ય શેડ્યૂલ સફળતાપૂર્વક થયું પૂર્ણ

અમદાવાદ, સંજીવ રાજપૂત: પશ્ચિમ રેલવે ના અમદાવાદ રેલવે મંડળ ના ઇલેક્ટ્રિક લોકો શેડ…

ધોળકાના કેલીયા વાસણા ગામનાં મહિલા સરપંચ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશિષ્ટ અતિથિ બનશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગ્રામ…

1 of 688

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *