અરવલ્લી જિલ્લા કલેકટર તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ ડો. નરેન્દ્રકુમાર મીનાના હસ્તે કાર્યાલય ખુલ્લુ મુકાયું
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની નવી કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું હતું. માલપુર તાલુકાના લોકોને હવે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના કાર્યો તેમજ પ્રવૃતિઓનો સરળતાથી લાભ મળશે.
માલપુર તાલુકામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનું નવીન શાખાનું અરવલ્લી જિલ્લા કલેકટર તેમજ ઇન્ડિયન રેડ ક્રોસના પ્રમુખ ડો.નરેન્દ્રકુમાર મીનાના વરદ હસ્તે રીબીન કાપીને ઉદ્ધઘાટન કરાયું હતું. પ્રમુખ ડો.નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું હતું કે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વિશ્વ લેવેલે પથરાયેલી સંસ્થા છે તેમજ તેમણે તાલુકા બ્રાન્ચને સાથ સહકાર આપ્યો અને આગામી સમયમાં પણ સાથ અને સહકાર આપશે માલપુર તાલુકાના ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની સેવાઓનો લાભ લેવા અપીલ કરી હતી તેમજ આ કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્મ મહેમાનોનું શબ્દીક સ્વાગત માલપુર તાલુકા શાખાના ચેરમેન ઈલાબેન અસારીએ કર્યું હતું. ત્યાર બાદ મોડાસા રેડક્રોસ સોસાયટીના ચેરમેન ભરતભાઈ પરમારે આ કાર્યક્રમ લક્ષી સારી એવી રૂપરેખા અને અભિયાન પોતે ચલાવી રહ્યા છે જેમાં તેઓએ કહ્યું કે રેડ ક્રોસ સોસાયટી કેટલીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે જેઓ લોકજાગૃતિ પ્રાથમિક સારવાર , શિક્ષણક્ષેત્રે , આરોગ્યક્ષેત્રે તેમજ સમાજ સેવાકીય પ્રવૃત્તિઓમાં અત્યાર સુધી યોગદાન આપી રહ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન ૧૫ જેટલી મહિલાઓને હાઈજેનીક કીટ અને માસ્કનું વિતરણ કરાયું હતું. આ કર્યાક્રમનું અહેવાલ વાંચન માલપુર શાખા વાઇસ ચેરમેન જ્યંતીભાઈ પ્રણામીએ કર્યું હતું તેમજ આભારવિધિ માલપૂર નવીન શાખાના સેક્રટરી જયેશભાઈ એ કરી હતી.
આ કાર્યક્ર્મમાં મુખ્ય મહેમાનોમાં સંજયભાઈ પટેલ , અમૃતભાઈ એસ પટેલ , ભુપેન્દ્રસિંહ પી ઝાલા ઉપસ્થિત રહ્યા હતા તેમજ અતિથિ વિશેષમાં મહેશભાઈ ડી પટેલ, રમીલાબેન પરમાર , નિર્ભયસિંહ રાઠોડ , રાજેન્દ્રકુમાર મહેતા, હસમુખભાઈ મહેતા તેમજ માલપુર નવીન શાખા કારોબારી સભ્ય પણ હાજર રહ્યા હતા .