Breaking NewsLatest

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આદ્યશકિત અંબાજી મંદિરમાં માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા

(અમિત પટેલ.અંબાજી)

જગતજનની અંબાજીની કૃપાથી કોરોનાની ત્રીજી લહેર આવે જ નહિ તેવી માં ચરણોમાં પ્રાર્થના કરતા  મુખ્યમંત્રીશ્રી
_______________
ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ બને અને સૌ ના સુખ સમૃદ્ધિ આરોગ્ય સુખાકારી જળવાઇ રહે તેવી કૃપા આશિષ માં અંબાજી વરસાવે તેવી  વાંછના કરતા શ્રી વિજય ભાઈ રૂપાણી
••••••••••••••••••
મા અંબાના આશીર્વાદથી ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં તેવી મનસા થી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ  શનિવારની વહેલી સવારે આદ્યશકિત ધામ અંબાજી મંદિરમાં માતાજીની આરતી કરી સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ, સમૃધ્ધિ અને સલામતિ માટે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીવિજયભાઈ રૂપાણીએ  પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શ્રીમતી અંજલિબહેન રૂપાણી સાથે આદ્યશકિત મા અંબેના દર્શન અને ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. કોરોનાની બીજી લહેર પર સફળતા મેળવ્યા બાદ વધુ જનહિતના કામો કરવાની માતાજી શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે અને ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે માતાજીના કૃપા આશિષ વરસતા રહે તેવી તેમણે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએજણાવ્યું કે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, મહત્તમ વેક્સિનેશનથી કોરોનાની ત્રીજી લહેરને અટકાવી શકાશે અને હારશે કોરોના, જીતશે ગુજરાતના મંત્રને આપણે સૌ સાથે મળીને  ચરિતાર્થ કરી શકીશું.
ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા, બનાસકાંઠા જિલ્લા કલેકટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, આસી.કલેક્ટરશ્રી પ્રશાંત જીલોવા, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ. જે. ચાવડા, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી ગુમાનસિંહ ચૌહાણ  સહિત અગ્રણીઓ, અધિકારીઓ અને માઇભક્તો  આ દર્શન પૂજન માં મુખ્યમંત્રીશ્રી સાથે ઉપસ્થિત રહ્યા હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *