કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મોડાસા તાલુકાના કોલીખડ ગ્રામજનોએ નવા કોલીખડ ગામે પાકા ડામર રોડ ને અડી ને પ્રોટેક્શન દીવાલ બનાવવા માટે રૂપિયા ત્રણ લાખ પાંસઠ હજાર સ્ટેમ્પડ્યુટી યોજના અંતર્ગત મંજુર કરવા માં આવી હતી પણ તાલુકા પંચાયતના એસ ઓ
વિકાસભાઈ પટેલ અને ગ્રામ પંચાયતના ના માજી સરપંચ ચૌહાણ કંચનબેન અનિરુદ્ધસિંહ અરવલ્લી જિલ્લા પંચાયત ના આરોગ્ય સમિતિ ના ચેરમેન ના પત્ની હતા આ સમયે થયેલા તમામ કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું આરોપો મહિલા માજી સરપંચ કંચન બેન તેમજ તાલુકા વિકાસ અધિકારીઓ ની મિલી ભગત કરી સરકારી દફતરે બિલો ઉધારી દેવાયા હોવા ના આક્ષેપો કોલીખડ ગ્રામ પંચાયતના માજી સરપંચ કાંતિભાઈ પટેલ અને ગ્રામજનો એ આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયા જે બિલો ઉધારી દેવાયા તેમાં દર્શાવેલ પ્રોટેક્શન દીવાલ એક ખાનગી ફાર્મ હાઉસમાં બનાવેલી દીવાલ છે તેવો આક્ષેપ મોટુભાઈ પટેલે કર્યો જે માલિક કોલીખડ ગ્રામ પંચાયત માં 2018 માં સર્વે નબર 205 માં અયુબલી સૈયદઅલી ની માલિકીની દીવાલ બનાવેલી તે દીવાલ પર આપણી પંચાયત માં 2020-2021 માં સ્ટેમ્પ ડૂયુટી ની ગ્રાન્ટ માંથી 3,43000 લાખની ની પ્રોટેક્શન દીવાલ બતાવી ગ્રાન્ટ પાસ કરવાનું મોટું કૌભાંડ અને જે દીવાલ બની જ નથી ઓન-પેપર બતાવામાં આવી છે ખાનગી ખેતર માં મૂળ માલિકે બનાવેલી દીવાલ ની બહાર ની સાઈડે લગાવેલી તકતી પણ હવે હટાવી લઈ લીધી છે અને સમગ્ર ભ્રષ્ટાચાર ને ઢોકવા માટે તાજેતરમાં એક દિવાલ હાલમાં બનાવવા માં આવી રહી હોવાનું પણ જણાવી રહ્યા છે હાલ બે દિવસ ની રજાઓ હોય સમગ્ર મામલો દબાવવા માટે નવીન દીવાલ શાળા આગળ કામ શરૂ હોવાથી અટકાવી દેવાયું હતું સમગ્ર બાબતે ગ્રામજનોએ ટીડીઓ ,તાલુકા પંચાયતના એસ ઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓ સહિત ઉચ્ચસ્તરે ટેલિફોનિક રજૂઆતો કરી હતી પણ બે દિવસ ની રજાઓ હોય રજા ના બહાને કોઈજ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી સ્થળ પંચનામું કરવા અને સરકારી ઉચાપત ના આક્ષેપો ની તપાસ કરવા ની માંગણી કરાઈ રહી છે સમગ્ર બાબતે ઉચ્ચસ્તરે પણ લેખિત રજુઆત કરવામાં આવશે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું આ સિવાય પણ હજુ કેટલીય જગ્યાઓ પર કામો નહિ કરી રૂપિયા ચાઉ કરી લીધા ના આરોપો લગાવી રહ્યા છે હવે જોવું રહ્યું નિષ્પક્ષ તટસ્થ તપાસો કરાવાય તો જિલ્લામાં કેટલોય ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતાઓ છે આ સમગ્ર બાબતે તાલુકા વિકાસ અધિકારી પરમાર ને ટેલિફોનિક વાત ચીત માં આ આરોપો ફગાવ્યા હતા તેમજ એસ ઓ વિકાસભાઈ પટેલે પણ આ આરોપો ને ખોટા ગણાવ્યા હતા પણ કોલીખડ ગામ ના મોટું ભાઈ એ એસ ઓ એ કબૂલાત કરી હતી એવું રેકોર્ડિંગ છે આમ સામ સામે આરોપો પ્રત્યારોપો અને ગ્રામજનો એ વિજિલન્સ તપાસ ની માગણી કરવા ના હોય સત્ય બહાર આવશે પણ હાલમાં ભ્રષ્ટાચાર અને હલબલી મચી છે