Breaking NewsLatest

યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી યુવા વિદ્યાર્થીઓ પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને ભારત સરકાર ના સફળ પ્રયાસોથી ખાસ શરુ કરાયેલી રેસ્કયુ ફલાઇટ મારફતે સહિ સલામત લાવ્યા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી યુવા વિદ્યાર્થીઓ પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને ભારત સરકાર ના સફળ પ્રયાસોથી ખાસ શરુ કરાયેલી રેસ્કયુ ફલાઇટ મારફતે સહિ સલામત રીતે રવિવારે વહેલી સવારે 4 વાગ્યે નવી દિલ્હી આવી પહોંચ્યા છે.


આ 32 યુવા વિદ્યાર્થીઓ ને ગુજરાત સરકાર ના નવી દિલ્હી સ્થિત રેસીડેન્ટ કમિશનર શ્રીમતી આરતી કંવર ના માર્ગ દર્શનમાં ગુજરાત ભવન ખાતે લઇ જવાયા છે ત્યાંથી તેમને વાહન વ્યવહાર નિગમ ની વોલ્વો બસ દ્વારા સવારે 9 કલાકે ગુજરાત જવા રવાના કરવામાં આવશે અને તેમના વતન પહોચાડવા ની વ્યવસ્થાઓ પણ રાજ્ય સરકાર કરશે.


દિલ્હી એરપોર્ટ આવી પહોંચેલા 32 આ યુવાઓ ના મુખ પર હેમખેમ વતન રાષ્ટ્રમાં પરત આવી ગયા નો આનંદ દેખાઈ રહ્યો હતો
આ યુવાઓ ઉપરાંત અન્ય એક રેસ્ક્યુ ફલાઇટ દ્વારા બુડાપેસ્ટ થી પણ ગુજરાતી વિદ્યાર્થીઓ રવિવારે બપોર સુધીમાં નવી દિલ્હી આવશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ખેડૂતોને સસ્તી અને સરળ લોન અંગેનો વેબીનાર યોજાયો.

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા અને લીડ બેન્ક દ્વારા ખેડૂતોને…

1 of 697

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *