Breaking NewsLatest

રંઘોળા ગામે બાલાભાઈ ડાંગરની 12મી પૂર્ણતિથિ નિમિતે બાળકોને ધર્મશાસ્ત્ર શિક્ષણ વિશે વિડિયો લોન્ચ કરાશે

મિત્રની મુરાદને ભેરુઓની ભાવવંદના

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

બાર વર્ષના સાતત્યપૂર્ણ અને સહિયારા પુરુષાર્થના ફળ સ્વરુપે
બાલાભાઈ ડાંગરની 12મી પુણ્યતિથિએ બાળકોને અભ્યાસમાં શિખવાની પ્રક્રિયામાં ધર્મશાસ્ત્રોને જોડવાનો વિનમ્ર પ્રયાસ કરવા જઇ રહ્યા છીએ….
સાંજે 4.00 કલાકે સૃષ્ટિનું પાલન-પોષણ કરનાર ભગવાન વિષ્ણુનું પુજન કરી યુટ્યુબ પર એક વિડીયો શ્રેણીની શરૂઆત કરી રહ્યા છીએ આ શ્રેણીના માધ્યમથી બાળકો,શિક્ષકો અને વાલીઓ સુધી ધર્મગ્રંથો માહેંના જીવન વ્યવહારમાં ઉપયોગી જ્ઞાનને પહોચાડવાનો પવિત્ર  પ્રયાસ આપ સર્વેની પ્રેરક ઉપસ્થિતિમાં કરવા સંકલ્પબદ્ધ થયા છીએ
આ શ્રેણીની રજૂઆત પોતાના જીવનની પ્રત્યેક ક્ષણ જેણે શૈક્ષણિક પ્રક્રિયાને અસરકારક બનાવવા સમર્પિત કરી છે એવા ડો.વિશાલ ભાદાણી કરશે…
શિવકૂંજ આશ્રમ અધેવાડાના પૂજ્ય શિક્ષક-મહંત સિતારામ બાપૂના વરદ હસ્તે (ઓનલાઈન)આ વિડીયો શ્રેણી લોંચ થશે
ઢસા ગુરુકુળના સંત પૂ.સ્વામી ધર્મવિહારી સ્વામી અને ગઢડા સ્વામિનારાયણ ગુરૂકુળના સંતો ઉપસ્થિત રહી  આશીર્વાદ પાઠવશે….

તા. :૧૧/૧૧/૨૦૨૧
સમય:સાંજે ૪ કલાકે
સ્થળ-નારણભાઈ ડાંગરનું ફાર્મ હાઉસ
(4થી5.30 સત્યનારાયણ કથા,6.00 કલાકે વિડિયો શ્રેણી લોંચિંગ)…… જય ગુરૂદેવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 686

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *