Breaking NewsLatest

રાષ્ટ્રવ્યાપી માઈક્રો ડોનેશન અભિયાનમાં જોડાવા સમર્થકોને અપીલ કરતું જામનગર ભાજપ સંગઠન

જામનગર: દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પ્રેરિત ભારતીય જનતા પાર્ટીના ‘માઈક્રો ડોનેશન અભિયાન’ માં કાર્યકરો ઉપરાંત સમર્થકોને પણ જોડાવા જામનગર મહાનગર ભાજપ સંગઠન દ્વારા અનુરોધ કરાયો છે.

વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ ભારતીય જનતા પક્ષ દ્વારા હાલ માઈક્રો ડોનેશન અભિયાન ચાલી રહ્યું છે.

ભારતમાં લોકપ્રિય વડાપ્રધાનશ્રી મોદીજીના નેતૃત્વ હેઠળ પક્ષની વિચારધારા અન્વયે દેશમાં તમામ ક્ષેત્રે સર્વસ્પર્શી તથા સર્વવ્યાપી વિકાસ થઈ રહ્યો છે. શાસકપક્ષ ભારતીય જનતા પાર્ટી પણ કાર્યકર્તાઓ તથા સમર્થકોના યોગદાનના આધારે નિષ્પક્ષ અને પારદર્શી રાજનૈતિક કાર્યો હાથ ધરી રહી છે. ઉપરાંત શ્રી મોદીજીના આહ્વાન થકી જ માઈક્રો ડોનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

દેશભરમાં તેનો પ્રારંભ ભારતરત્ન પૂર્વ વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસથી થયો છે. જે પક્ષના પ્રેરણાસ્રોત પંડિત દીનદયાળજીની પૂણ્યતિથિ એટલે કે તા. ૧૧/૦૨/૨૦૨૨ સુધી કાર્યરત રહેશે.

આ માઈક્રો ડોનેશન રૂપિયા ૫, ૫૦, ૧૦૦, ૫૦૦ કે ૧૦૦૦ એમ પાંચથી લઈ એક હજાર રૂપિયા સુધી સ્વૈચ્છિક છે અને તે ધનરાશિ “નમો એપ” થકી જ આપી શકાશે. જેની પ્રક્રિયામાં ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટિલજીનો રેફરન્સ કોડ GL3A67-F આપવાનો રહેશે.

ભાજપ પ્રદેશ કાર્યાલયના આગ્રહને રજૂ કરી શહેર પ્રમુખ ડૉ. વિમલભાઈ કગથરાએ જણાવ્યું છે કે, શહેરના પ્રત્યેક બુથ દીઠ ઓછામાં ઓછાં વીસ કાર્યકરો તેમજ સમર્થકો આ માઈક્રો ડોનેશન અભિયાનમાં જોડાઈ ને પોતાનું યોગદાન અર્પણ કરે. ઉપરાંત શહેર સંગઠનના મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ સહિતના હોદ્દેદારોએ પણ ભારતના ગૌરવશાળી વડાપ્રધાનના આહવાનરૂપ આ અભિયાનને જ્વલંત સફળ બનાવી ગુજરાત રાજ્યના યોગદાનને દેશમાં પ્રથમ ક્રમે પહોંચાડવા અનુરોધ કર્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ડી-કેબિન ખાતે નવનિર્મિત રોડ અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મેયર શ્રીમતી…

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા દ્વારા પ્રથમ થ્રી ફેસ ઇલેક્ટ્રિક લોકોનું ટીઓએચ મુખ્ય શેડ્યૂલ સફળતાપૂર્વક થયું પૂર્ણ

અમદાવાદ, સંજીવ રાજપૂત: પશ્ચિમ રેલવે ના અમદાવાદ રેલવે મંડળ ના ઇલેક્ટ્રિક લોકો શેડ…

ધોળકાના કેલીયા વાસણા ગામનાં મહિલા સરપંચ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશિષ્ટ અતિથિ બનશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગ્રામ…

1 of 688

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *