કપિલ પટેલ દ્વારા અરવલ્લી
શ્રી લીંભોઈ વિ.વિ. મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, લીંભોઈ દ્વારા વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે તારીખ ૨૧/૦૨/૨૦૨૨ થી ૨૬/૦૨/૨૦૨૨ સુધી “રૂડી ગુજરાતી રાણી”માતૃભાષા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓમાં માતૃભાષાના વૈભવશાળી વારસાનો પરિચય થાય તથા માતૃભાષાનું ગૌરવ વધે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
ઉદ્ઘાટન સમારંભમાં શાળાના આચાર્યશ્રી વિજયભાઈ દાણી સાહેબે સ્વાગત પ્રવચન કરી માતૃભાષાનું મહત્વ જણાવ્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ સમૂહ ગીત રજૂ કર્યું હતું તથા મંડળના પ્રમુખશ્રી ગીરીશભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને શ્રી એમ. એમ. ચૌધરી આર્ટસ કૉલેજ રાજેન્દ્ર નગરના પ્રોફેસર ડૉ. પ્રવીણભાઈ વાઘેલા દ્વારા ગુજરાતી ભાષાનો ઈતિહાસ તથા ભાષાનું મહત્વ અને કવિતાનો સવિશેષ પરિચય એમના વ્યાખ્યા માં આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમના કન્વીનર તથા સંચાલક તરીકે શાળાના શિક્ષકશ્રી કિરણભાઈ પટેલે સેવા આપી હતી.