આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામના વતની અને ડીજીટલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલ પ્રતિભાશાળી યુવાન રમેશભાઈ ઠાકોર રૂપિયાવાલા નું વિશિષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું છે. રમેશભાઈ ઠાકોરે ડિજીટલ માધ્યમથી યોજાયેલી સ્પર્ધામાં સફળતા પ્રાપ્ત કરી છે. તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને અનુલક્ષીને વિશ્વ સ્તરની સંસ્થા દ્વારા ડિજીટલ એન્ટરપ્રિન્યોરશિપ, ડિજીટલ માર્કેટિંગ અને સોશ્યલ નેટવર્કિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પ્રતિષ્ઠિત એવોર્ડ અને સન્માન પત્ર આપવામાં આવેલ છે.
રમેશભાઈ ઠાકોર ને વર્લ્ડ’સ ગ્રેટેસ્ટ રેકોર્ડ સંસ્થા દ્વારા એનાયત થયો તે બદલ સમગ્ર જિલ્લાના ઠાકોર સમાજ, યુવાવર્ગ તેમજ વિવિધ સામાજિક આગેવાનોએ, ફિલ્મ જગતના કલાકારો અને રાજકીય આગેવાનો દ્વારા અભિનંદન પાઠવી ઉતરોતર પ્રગતિ કરી હંમેશા ગૌરવશાળી કામ કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.