આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવા તંત્ર માં નીરસતા, મહિનાઓથી ધૂળ ખાઈ રહેલા સાધનો.
વલ્લભીપુર તાલુકો અમદાવાદ – ભાવનગર હાઇવે પર આવેલ તાલુકો છે. વલ્લભીપુર તાલુકાના અંતરીયાળ ગામ થી ભાવનગર શહેર અંદાજે ૮૦ કિમિ. દૂર થાય છે. તેમજ ભાવનગર જિલ્લા ના અંતરિયાળ ગામડાઓ માં પ્રસુતિ સમયે મહિલાઓને લોહી ની જરૂર પડે છે, તેમજ આ હાઇવે રોડ પર અવારનવાર રોડ અકસ્માતના બનાવો પણ બને છે આવા કિસ્સાઓ માં ઘણી વાર લોહી ચડવાની પણ જરૂર પડે છે, આવી ઘટનાઓ માં સમયસર લોહી ઉપલબ્ધ નહી થવાના કારણે વ્યક્તિ એ જીવ ગુમાવવાનો વારો આવે છે.
વલ્લભીપુર અને ઉમરાળા ની રેફરલ હોસ્પિટલ હાઇવે પર આવેલ છે જેમાં MBBS ડૉકટરો પણ ઉપલબ્ધ છે. બલ્ડ સ્ટોર કરવા માટે પૂરતી વ્યવસ્થા અને આકસ્મિક સંજોગોમાં લોહી ચડાવવા માટે પૂરતો તાલીમબદ્ધ સ્ટાફ અને લોહી નું ગ્રુપ તપાસવા માટે લેબોરેટરી ની પણ સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે માત્ર ઔપચારિકતાઓ પુરી કરી વલ્લભીપુર અને ઉમરાળા ની બન્ને રેફરલ હોસ્પિટલમાં મંજુર થયેલ બ્લડ સ્ટોરેજ યુનીટ કાર્યરત કરવામાં આવે તો પ્રસુતિ સમયે મહિલાઓને તેમજ અકસ્માત સમયે ઇજા પામનાર વ્યક્તિ ઓને યોગ્ય સમયે પૂરતું લોહી મળી રહે જેથી કરીને આવા કિસ્સાઓમાં જીવ પણ બચી શકે. તો છેવાડા ના ગ્રામ્ય વિસ્તાર ના લોકો ની આરોગ્ય લક્ષી સુવિધા માટે વલ્લભીપુર અને ઉમરાળા ની બન્ને રેફરલ હોસ્પિટલ ને બ્લડ સ્ટોરેજ યુનિટ ની મંજૂરી ગત ઓક્ટોબર ૨૦૨૧ માં મંજૂરી મળી ગઈ હતી સાથે જરૂરી સાધનોની ફાળવણી પણ કરવવામાં આવી હતી,આ સાધનો મહિનાઓ થી ધૂળ ખાઈ રહ્યા છે. સાધનોની ફાળવણી થયા બાદ મહિનાઓ વીતી ગયા, ઉમરાળા રેફરલ હોસ્પિલ માં સ્ટાફ ને ટ્રેનિંગ પણ અપાઈ ગઈ હોવા છતાં આજ સુધી બ્લડ સ્ટોરેજ યુનિટ કાર્યરત કરવામાં આવેલ નથી.
આરોગ્ય લક્ષી સમસ્યાઓને ધ્યાને લઇ વલ્લભીપુર અને ઉમરાળા ની રેફરલ હોસ્પિટલ માં મંજુર થયેલ બ્લડ સ્ટોરેજ યુનિટ સત્વરે કાર્યરત કરવા ભાજપ નાં સક્રિય યુવા કાર્યકર ભાવેશભાઈ નરશીભાઈ ગાબાણી (પાટણા) એ રાજ્ય સરકાર નાં આરોગ્ય વિભાગ સમક્ષ માંગ કરી છે.
અહેવાલ ધમેન્દ્ર સિંહ સોલંકી વલભીપુર