ડૉ. અનિલ જોષીયારાના શોકસંતપ્ત પરિવારજનોને રૂબરૂ મળી સાંત્વના પાઠવી
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
વિધાનસભાના અધ્યક્ષ શ્રીમતી ડૉ. નિમાબેન આચાર્યએ ભિલોડા મત વિસ્તારના ધારાસભ્ય સ્વ.શ્રી ડૉ. અનિલ જોષીયારાના શ્રધ્ધાજંલલિ કાર્યક્રમ પૂષ્પાંજલિ અર્પણ કરી તેમના દ્વારા થયેલા ઉમદા કાર્યોની સ્મૃતિને લોકો સમક્ષ ઉજાગર કરી હતી.
અધ્યક્ષશ્રીએ આજે શનિવારે સવારે ભિલોડાના ચુનાખણ ગામે પહોચ્યા હતા અને ચેન્નાઇમાં હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દુઃખદ અવસાન પામેલા ડૉ. અનિલ જોષીયારાના શોકસંતપ્ત પરિવારજનોને ભિલોડામાં રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી.
શ્રધ્ધાજંલિ કાર્યક્રમમાં ઉપસ્થિતિ શોકાતુર લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ મેળવેલા ડૉ. જોષીયારાએ આદિવાસી બાંધવોની સતત ચિંતા કરી તેમણે તબીબનો વ્યવસાય છોડી સેવાનો માર્ગ પસંદ કર્યો હતો.તેમના દ્વારા હંમેશા સમાજના હિતના પ્રશ્નો રજૂ કરી પોતાના વિસ્તારની ચિંતા વ્યકત કરતા. તેમણે ડૉ. જોષીયારાની સ્મૃતિ લોકોમાં કાયમ અકબંધ રહે તે માટે તેમની પ્રતિમાનું અનાવરણ તથા તેમના નામના માર્ગનુ નામાભિમાન અને પ્રવેશદ્વાર બનાવવાની પણ ખાત્રી આપી હતી.
શ્રધ્ધાજંલિ કાર્યક્રમમાં વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી સુખરામ ભાઇ રાઠવા તથા ધારાસભ્યો સર્વશ્રી અમિતભાઇ ચાવડા, ચંદ્રિકાબેન બારીયા, વજેસિંહ પણદા, આનંદચૌધરી, રાજેન્દ્રસિંહ ઠાકોર,જશુભાઇ પટેલ, અશ્વિન કોટવાલ સહિત અન્ય અગ્રણીઓએ પણ સદ્દગતના ઉપસ્થિત રહ્યા હતા.