Latest

વિશ્વેશ ઘનશ્યામભાઈ પટેલ ૯૯.૯૫ પી.આર સાથે કે.એન.શાહ હાઈસ્કૂલ મોડાસામાં પ્રથમ

વિશ્વેશ પટેલે ૯૯.૯૫ પર્સનટાઇલ રેન્ક સાથે એ – ૧ ગ્રેડ મેળવ્યો હતો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

રાજ્ય માં ધોરણ ૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં અરવલ્લી જિલ્લાનું ૬૮.૧૧ ટકા પરિણામ આવ્યું હતું જેમાં
મોડાસા કેન્દ્રનું ૬૬.૨૪ ટકા પરિણામ આવ્યું હતું.જેમાં વિશ્વેશ ઘનશ્યામભાઈ પટેલ(આકરૂંદ) એ ૯૯.૯૫ પી.આર સાથે કે.એન.શાહ હાઈસ્કૂલ મોડાસામાં પ્રથમ નંબર મેળવ્યો હતો.સાથે વિશ્વેશ પટેલે ૯૯.૯૫ પર્સનટાઇલ રેન્ક સાથે એ – ૧ ગ્રેડ મેળવ્યો હતો અને ૯૬.૩૩ ટકા મેળવ્યા હતા.જિલ્લામાં ધોરણ ૧૦ માં કુલ ૧૫૭૩૦ પૈકી ૧૫૪૨૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.ત્યારબાદ શાળામાંથી માર્કશીટ આપવામાં આવશે.વિશ્વેશ ઘનશ્યામભાઈ પટેલ સહિત વિદ્યાર્થીઓને મોડાસા કેળવણી મંડળ ના પ્રમુખ બિપીનભાઈ શાહ આચાર્ય મનીષભાઈ જોષી સહિત શિક્ષકો એ અભિનંદન પાઠવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *