Breaking NewsLatest

વિશ્વ મહિલા દિવસની નિમિત્તે વિહેલ્પ ફાઉન્ડેશન દ્વારા’ઉર્જા એવોર્ડ્સ 2021’નું આયોજન કરાયું. 11 મહિલાઓના આત્મવિશ્વાસ, જુસ્સા, નિર્ભયતા અને ભાવનાઓની ઉજવણી કરી સમ્માનિત કરવામાં આવી

અમદાવાદ : યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃ, એટલે કે જ્યાં નારીની પૂજા એટલે કે સમ્માન થાય છે, ત્યાં દેવી દેવતાઓ વાસ કરે છે તે વાતને યથાર્થ કરતા વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરતા સતત ત્રીજા વર્ષે મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ ‘ઉર્જા એવોર્ડ્સ 2021’નું આયોજન કરવામાં આવ્યું. ઉર્જા એવોર્ડ્સ 2021નું આયોજન ટેકફોર્સ ઇન્ફોટેક પ્રા. લિ.ની સહયોગિતામાં કરવામાં આવ્યું હતુ.
મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે 9 કેટેગરીમાં પોતાના ક્ષેત્રમાં અગ્રેસર એવી 11 મહિલાઓને વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘ઉર્જા એવોર્ડ્સ 2021’થી સમ્માનિત કરવામાં આવી. આ એવી મહિલાઓ છે જેઓ મજબૂત મનોબળ અને આત્મવિશ્વાસ ધરાવે છે અને સાહસિક વિકલ્પોને પસંદ રીતે પોતાના સપનાઓ પુરા કર્યા છે. સંસ્થા મહિલા દિવસે ઉર્જા એવોર્ડ્સ 2021થી સમ્માનિત કરી તેઓની નિર્ભયતા, આત્મવિશ્વાસ, ભાવનાઓ અને જુસ્સાની ઉજવણીને બેવડી કરી રહ્યું છે. આ એ મહિલાઓ છે જે અન્યો માટે પ્રેરણાદાયક અને ઉદાહરણીય છે. આ એવી ગૌરવવંતી મહિલાઓ છે જેઓ પર આપણે સૌને ગર્વ છે.

સમારંભના મુખ્ય અતિથી તરીકે ગુજરાતી સિનેમાના કલાકાર ભાવિની જાની ઉપસ્થિત રહ્યાં હતા, જ્યારે અતિથી વિશેષ તરીકે ગુજરાત યુનિવર્સિટીના પત્રકાર વિભાગના પ્રો. ડૉ. સોનલ પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતા. અન્ય આમંત્રિત અતિથિ તરીકે નીરા પંડ્યા, ફણી ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *