Breaking NewsLatest

વૈભવશાળી ઠાઠ માઠ ના અત્યાધુનિક હાઈટેક જમાના માં જૂનવાણી ની યાદો તાજી કરાવતા હીરાપરા પરિવાર

કપિલ પટેલ અરવલ્લી
અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના તરઘરી ગામના હીરપરા_પરિવારે શણગારેલા બળદગાડામાં જાન જોડી..

આજથી પચાસ વર્ષ પહેલાની પરંપરા કુંકાવાવ નજીક આવેલ તરઘરી ગામના #હીરપરા_પરિવારે જાળવી અને શણગારેલા બળદ ગાડામાં સનાળી મુકામે જાન પરણવા ગઈ. સાદુ બળદગાડું પણ આજે દેખાતું નથી ત્યારે બળદ અને ગાડાને શણગારવા માટેના દેશી ભરત અને ઝુલો શોધી આજથી પ0 વર્ષ પહેલાંની પરંપરાને જાળવવા અને નવી પેઢીને આ લગ્નની પરંપરાને અવગત કરાવવા માટેનો પ્રયત્ન #હીરપરા_પરિવાર સફળ કરી બતાવ્યું.

પોતાના પુત્રના લગ્નની જાન બળદગાડામાં જોડી શણગારેલા બળદ ગાડા વિવિધ પ્રકારના મોતી ભરત અને દેશી ભરતકામથી બળદોને શણગાર્યા તેમજ અવનવી સાડીઓથી પણ બળદગાડાની શણગારવામાં આવ્યા અને બળદગાડાની જાડેરી જાન તરઘરી થી સનેડી આવી પહોંચી. નાનપણમાં દાદાજીની વાતોમાં એવું સાંભળવા મળતું કે અમારા લગ્ન બળદગાડામાં થયા હતા ત્યારે નાની ઉંમરના બાળકને બળદગાડામાં લગ્ન કેવી થતાં હશે કેવી રીતે બળદગાડામાં જાન જાતી હશે એ વાતોમાં રસ પડયો અને એક તમન્ના જાગી કે મારે પણ મારા લગ્ન બળદગાડામાં જાનજોડીને કરવા છે. આખરે આ હીરપરા પરિવારના પુત્રને આ સપનું સાકાર કરવાનો અવસર મળ્યો અને બળદગાડામાં બેસીને પરણવા જવાનું એક અનોખો રોમાંચ અને અનુભવ થયો તેમજ પ્રકૃતિના દર્શન કરતા કરતા દેશી લગ્નગીત અને બળદના રણકતા ઘૂઘરાનો અવાજએ મુસાફરી કંઈક અનોખી જ અનુભવવા મળી. સામાન્ય રીતે અત્યારે લગ્નગાળાની સીઝનમાં વિવિધ પ્રકારના વાહનો મારફતે આપણે લગ્નમાં જતા હોઈએ છીએ જાનમાં જતા હોઈએ છીએ પરંતુ ગાડામાં બેસીને જાનમાં જવું એ એક અનોખો જ અનુભવ હોય છે ખાસ કરીને અત્યારના સમયમાં અને નવી પેઢીને આ અનુભવ ખૂબ જ ગમ્યો અને નવી પેઢી પણ ગાડામાં બેસીને જાનમાં જવાની સલાહ પણ આપે છે.

પોતાની જાન બળદગાડામાં આવી રહી છે તેનું ગૌરવ અને આનંદ પરણિતાને છે જ. નવી પેઢીને બળદગાડાની પરંપરાથી અવગત કરાવવા માટેના સસુર પક્ષના પ્રયાસને માત્ર કન્યાપક્ષ નહીં પરંતુ સમગ્ર ગામે એનો અનુભવ કર્યો આનંદ માણ્યો અને ગામ હિલોળે ચડયું ત્યારે બળદગાડાની પરંપરા અને એ જાન ખરેખર જોવા જેવી અને માણવા જેવી હોય છે. હાલમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે કોઈ હેલિકોપ્ટરમાં તો કોઈ લકઝરી બસમાં અને ફોરવીલમાં પોતાના પુત્રને પરણાવવા જઈ રહ્યા છે ત્યારે આ સમયમાં આજથી ૫0 વર્ષ પહેલાની શણગારેલા બળદગાડામાં જાન લઈ જવાનીપરંપરાને જાળવી નવી પેઢીને એક અનોખો અને રોમાંચિત કરનારો અનુભવ કરાવ્યો જે સરાહનીય છે..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ડી-કેબિન ખાતે નવનિર્મિત રોડ અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મેયર શ્રીમતી…

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા દ્વારા પ્રથમ થ્રી ફેસ ઇલેક્ટ્રિક લોકોનું ટીઓએચ મુખ્ય શેડ્યૂલ સફળતાપૂર્વક થયું પૂર્ણ

અમદાવાદ, સંજીવ રાજપૂત: પશ્ચિમ રેલવે ના અમદાવાદ રેલવે મંડળ ના ઇલેક્ટ્રિક લોકો શેડ…

ધોળકાના કેલીયા વાસણા ગામનાં મહિલા સરપંચ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશિષ્ટ અતિથિ બનશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગ્રામ…

1 of 688

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *