Breaking NewsLatest

શૂન્ય’નું આયુષ્ય આજે ‘ત્રેવીસ વર્ષ’ છે…જાણો..‘શૂન્ય, વિજય, જ્યોતિ, અક્ષર- અક્ષત, માણકી, કરિશ્મા, વિરાટ..અમદાવાદની હોર્સ રાઈડીંગ ક્લબના આ છે તેજ તોખાર ઘોડાઓને…

અમદાવાદ: ઘોડો…આ શબ્દ સાંભળતા જ મનમાં ‘સવારી’ શબ્દ સવાર થઈ જાય છે…નહિ વાગોળનારાં પશુમાંનું સવારી માટેનું એક સુંદર ચોપગું પશું એટલે ઘોડો… તુરગ, હય, અશ્વ, તોખાર, વાજી, વીતિ, અર્વા વગેરે જેવા નામોથીથી પણ ઓળખાતા ઘોડાને પગે ફાટ નથી હોતી. કદાચ આપણા લોકજીવનમાં તેજીલો તોખાર, અશ્વાર જેવા શબ્દો કદાચ ઉભરી આવ્યા હશે… તેને ખરી નહિ પણ ડાબલા જેવો આખો નખ હોય છે. સિંહની માફક એની ગરદન ઉપર વાળ હોય છે, જેને કેશવાળી કહેવાય છે.

સરેરાશ ૨૫ થી ૩૦ વર્ષનું આયુષ્ય ધરાવતા ઘોડાની મહત્તમ વેગીલી દોડ અંદાજે ૮૮ કિ.મિ પ્રતિ કલાકની હોય છે… પુખ્ય વયનો ઘોડો ૩૮૦ કિલો થી ૧,૦૦૦ હજારનું વજન ધરાવે છે…જ્યારે ૧.૪ મીટર થી ૧.૮ મીટરની સરેરાશ ઉંચાઈ ધરાવતો ઘોડો એક સમયે રાજાશાહીનું પ્રતિક ગણાતો હતો… એ શાન કદાચ ધીમે ધીમે ઓઝલ થઈ હશે, પરંતુ આજે ફરી યુવાનોમાં ઘોડેસવારી પ્રત્યે અચાનક લગાવ વધ્યો છે…અને આ લગાવને પગલે રાજ્યના ગૃહ વિભાગે અમદાવાદમાં ઘોડા કેમ્પમાં ‘હોર્સ રાઈડીંગ ક્લબ’ ફરીથી કાર્યાન્વિત કરી છે…

અમદાવાદ ઘોડા કેમ્પ ખાતે પોલીસ અશ્વતાલીમ શાળા-પોલીસ હોર્સ રાઈડિંગ ક્લબનું ઉદ્ઘાટન કરતા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી અશ્વતાલીમ શાળા ફરી શરૂ કરવા લોકોની માંગ હતી. ત્યારે અમદાવાદ સહિત ૧૩ જિલ્લાઓમાં પોલીસ અશ્વતાલીમ શાળા શરુ કરાઇ છે. જેમાં ત્રણ મહિનાનો બેઝીક કોર્સ અને ત્યારબાદ ત્રણ મહિનાના એડવાન્સ કોર્સ થકી તાલીમ આપવામાં આવશે. સોશિયલ મીડિયાનાં જમાનામાં મેદાન પરની પ્રવૃત્તિઓ, રમત-ગમત ઓછી થતી જાય છે તેવા સમયે અશ્વારોહણની તાલીમ યુવાનો- વિદ્યાર્થીઓના ઘડતર માટે ઉપયોગી નીવડશે. અશ્વતાલીમ શાળા પોલીસ અને પ્રજા વચ્ચે સેતુરૂપ સાબિત થશે.

ઘોડેસવારી વ્યક્તિને રોમાંચની સાથે શિસ્ત, સંયમ અને સજ્જતાની પણ અનુભૂતિ કરાવે છે. ફિલ્મના પડદે નાયક કે નાયિકાના ઘોડેસવારીના દ્રશ્યો રોમાંચ જગાવે છે. ફિલ્મના હિરોની જેમ ઘોડેસવારી આવડે તેવી ઈચ્છા યુવાનો-વિદ્યાર્થીઓ હોય પરંતુ અશ્વારોહણની તાલીમ બધા મેળવી શકતા ન હતા. હવે આ સ્થિતી બદલાશે અને મોટી સંખ્યામાં યુવાનો તાલીમ મેળવી શકશે. અમદાવાદ શહેરના યુવાનો માટે હવે આ સુવિધા ઉપલબ્ધ બની છે…પોતાની કારકિર્દીનો મહત્તમ સમય આ ઘોડાઓ અને તેમના જતન સંવર્ધન માટે ખર્ચનાર પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એમ.એસ.બારોટ કહે છે કે, ‘ મારી નોકરીનો મહત્તમ કાળ ઘોડાઓ સાથે વિતાવ્યો છે… અંગ્રેજો કે રાજા મહારાજાઓના સમયમાં ઘોડા પાળવાનો લોકોને શોખ હતો… આજે પણ આ શોખ કેટલાય લોકોમાં બરકરાર રહ્યો છે…રાજ્યના ગૃહ વિભાગે અહીં ‘ હોર્સ રાઈડીંગ ક્લબ’ ફરીથી કાર્યા ન્વિત કરી છે…અહીં ઘોડા છે, જેમાં મારવાડી, કાઠીયાવાડી, વલેર, કન્ટ્રીબીડ જેવા જાતવાન ઘોડાનો સમાવેશ થાય છે…’ શહેરના નાગરિકો માટે શરુ કરાયેલી ઘોડેસવારીની તાલીમનો ઉલ્લેખ કરી શ્રી બારોટ કહે છે કે, ‘ અહીં બેઝીક અને એડવાન્સ એમ બે પ્રકારની તાલીમ અપાય છે. જે લોકો ફ્રેશ તાલીમ લે છે તેમને બેઝીક તાલીમ અપાય છે…એ તાલીમ મેળવ્યા પછી જે તાલિમાર્થિઓ ઘોડા પર કાબૂ મેળવતાની સાથે સાથે ઘોડાની પરિભાષા શીખી જાય તેમને જ એડવાન્સ તાલીમ અપાય… ઘોડા રાજી થઈ લાગણી પણ વ્યક્ત કરે છે અને ક્યારેક નારાજ થઈ ગુસ્સો પણ વ્યક્ત કરે છે…તેની વર્તણૂક પરથી જ ઘોડાની લાગણી સમજી શકાય છે… શૂન્ય, વિજય, જ્યોતિ, અક્ષર- અક્ષત, માણકી, કરિશ્મા, વિરાટ એમ વિવિધ નામધારી ઘોડા અહીંના તજ તોખાર છે એમ શ્રી બારોટ ઉમેરે છે…’‘મારા પિતા પોલીસમાંથી નિવૃત્ત થયા છે. અને અને ભાઈ પણપોલીસમાં છે.. હું ૧૯૮૬માં પોલીસ કો ન્સ્ટેબલ તરીકે હથિયારી એકમમાં જોડાયો…પણ ઘોડનો જન્મજાત શિખ હતો… એટલે માઉ ન્ટેડ પોલીસમાં જોડાવા અરજી કરી અને પરીક્ષા આપ[ઈ વર્ષ ૨૦૦૮માં પી.એસ.આઈ તરીકે નિમણૂક પામ્યો… બનાસકાંઠા, વડોદરા, સૂરત, બનાસકાંઠા અને હવે ફરી અમદાવાદ માઉ ન્ટેડ પોલીસમાં અને વચ્ચે મરીન પોલીસમાં પણ સેવા બજાવી છે…’ એમ શ્રી બારોટ ઉમેરે છે…

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ વિભાગના અશ્વદળમાં હાલ ૬૦૩ અશ્વોની મંજૂર મહેકમ જેમાં નવા ૧૩૫ અશ્વો ઉમેરવામાં આવશે. રાજ્યના અશ્વદળે આ વર્ષે ‘ઓલ ઇન્ડિયા ઇક્વેસ્ટ્રીયન મીટ’ ખાતે ૦૭ ગોલ્ડ અને ૦૨ સિલ્વર મેડલ જીતી અને પોલીસ વિભાગનું નામ રોશન કર્યું છે. માઉન્ટેડ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એમ.એસ.બારોટ આજે પણ ઘોડેસવારીને લગતી રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઇ ગુજરાત પોલીસનું નામ રોશન કરી રહ્યા છે. શ્રી બારોટે અત્યાર સુધીમાં ૯ ગોલ્ડ, ૪ સીલ્વર અને ૬ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.

આ પ્રસંગે તાલીમબધ્ધ યુવા ઘોડેસવારોએ આમંત્રીતો સમક્ષ અશ્વારોહણ નિદર્શન કર્યું હતું. આ અશ્વદળ ટુકડીની આગેવાની મહિલા ઘુડસવારોએ કરી હતી.
હોર્સ રાઈડિંગ ક્લબના ઉદ્ઘાટન પ્રસંગે મેયર શ્રી બિજલબેન પટેલ, સાંસદ સર્વે શ્રી કિરીટભાઇ સોલંકી, શ્રી હસમુખભાઇ પટેલ, ધારાસભ્ય સર્વે શ્રી રાકેશ શાહ, શ્રી પ્રદિપ પરમાર, શ્રી બલરામ થવાણી, શ્રી હીંમતસિંહ પટેલ, શ્રી અરવિંદ પટેલ, ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતાસિંહ, રાજ્ય પોલીસ વડા શ્રી આશિષ ભાટીયા, અમદાવાદ પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અશ્વારોહકો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *