શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. અંબાજી નજીક વડગામ તાલુકો આવેલો છે. આજે વડગામ તાલુકાના અંધારિયા ગામે થી શ્રી રામ રથયાત્રા નિકળી હતી અને આ યાત્રાનું સમાપન જલોત્રા ખાતે થયુ હતું.
આજે શ્રી રામ રથ યાત્રા જય શ્રી રામ ના નાદ સાથે અંધારીયા થી મુમનવાસ,પાવઠી,ધોરી કરનાળા,વણસોલ અને જલોત્રા સુધી શ્રીરામ શોભાયાત્રા નીકળી હતી મુમનવાસ ગામે હીન્દુ મુસ્લિમ ભાઇયો સાથે મળીને મુમનવાસ ગામે મુસ્લિમ બિરાદરો દ્વારા કોમી એકતાને વધુ મજબુત બનાવવા આવકારદાયક પ્રયાસ હાથ ધરાયો હતોઅને શોભાયાત્રાનું ફુલહાર થી જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ અને લીંબુ સરબત પાણી વ્યવસ્થા કરવામાં આવી હીન્દુ મુસ્લિમ એકસાથે મળીને ભાઇચારાનુ એકતા માટે ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું હતુ.
અંબાજી પ્રહલાદ પૂજારી