કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે સમગ્ર પાટીદાર સમાજ નાં કુળદેવી શ્રી ઉમિયા માતાજી ના મંદિર આને ફોટો મંદિર નો પ્રથમ પાટોત્સવ તાજેતરમાં ધાર્મિક કાર્યક્રમો સાથે યોજાયો હતો.હોમ હવન પ્રસાદના કાર્યકમો ઉમિયા માતાજી ટ્રસ્ટ નનાનપુર ના સભ્યો દ્વારા રાખવામાં આવ્યા હતા.ઉમિયા માતાજી ટ્રસ્ટ ના સભ્યો તેમજ હર્ષદભાઈ વિઠ્ઠલ ભાઈ પટેલે હવનનો લાભ લીધો હતો…અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વમાં સસૌ પ્રથમ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે પાટીદાર સમાજ ના લોકો યુવાનો આબાલવૃદ્ધ સૌ કોઈ દ્વારા વિધિ વિધાન અનુસાર ફોટોમંદિરની સ્થાપના અને પ્રતિષ્ઠા કરવામાં આવી હતી..આજે રોજે રોજ માતાજી ની પૂજા અર્ચના સત્સંગ ના કાર્યક્રમો મંદિર પ્રાંગણમાં પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવે છે.સૌ પ્રથમ પાટોત્સવ પણ નનાનપુર ગામે જ થયો છે જે આનંદની વાત છે..