Breaking NewsLatest

સાબરકાંઠાના ૯,૦૦૦થી વધુ દિવ્યાંગોને એસ.ટી.બસમાં વિનામૂલ્યે મુસાફરી પાસનો લાભ અપાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
રાજય સરકાર દિવ્યાંગો પોતાના પગભર બને અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાભ મળી રહે તે માટે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા યોજનાઓને અમલી બનાવી છે.
આ યોજનાઓ અંતર્ગત સાબરકાંઠાના દિવ્યાંગ વ્યક્તિઓને જુદી જુદી આર્થિક અને ભૌતિક સહાય આપવમાં આવી છે. સાબરકાંઠામાં શારીરિક ખોડ ખાંપડ વિષયક ખામી ધરાવતી વ્યક્તિ,અંધ,બહેરા-મુંગા અને મંદબુદ્ધિવાળાં કુલ ૯૬૪૧ વ્યક્તિઓ “દિવ્યાંગ બસ મુસાફરી ઓળખપત્ર” થકી મન ફાવતી બસમાં મુસાફરીનો લાભ લઇ રહ્યા છે જયારે ઇન્દિરા ગાંધી નેશનલ ડીસેબીલીટી પેંશન યોજના અને સંત સુરદાસ સહાય યોજના અંતર્ગત ૮૦ ટકા દિવ્યાંગતા ધરાવતા અને ગરીબી રેખા નીચે જીવન જીવતા જિલ્લાના કુલ ૧૧૯૫ દિવ્યાંગ લાભાર્થીઓને રૂ.૬૨૮૮૦૦૦ની સહાય ચુકવવામાં આવી છે.
જિલ્લામાં બૌદ્ધિક અસમર્થતાં ધરાવતા કુલ ૭૫૯ મનોદિવ્યાંગ લાભાર્થીઓને ચાલુ વર્ષમાં રૂ.૪,૩૩,૧૦૦૦ની સહાય આપવામાં આવી છે. દિવ્યાંગોને કૃત્રિમ અવયવો બેસાડવા તથા શૈક્ષણિક અને ધંધાકીય રીતે ઉપયોગી થાય તેવા સાધનો અનેક લોકોને પુરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી દિવ્યાંગજનોને સાધન સહાય યોજના અંતર્ગત સાબરકાંઠામાં છેલ્લા વર્ષ દરમિયાન ૧૨૪ લાભાર્થીઓને રૂ.૫૬૭૦૦૦ના સાધન સહાય પુરી પડાઇ છે. ચાલુ વર્ષે કુલ ૧૪૫ લાભાર્થીઓને રૂ.૮૧૦૦૦ની સાધન સહાય અપાઇ છે. સહાય થકી આર્થિક ઉપાર્જનમાં સહાયરૂપ બનશે તેમજ શાળા/કોલેજમાં અભ્યાસ કરતા ૪૯૬ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રૂ.૫૮૧૦૦૦ની શિષ્યવૃતિ સહાય આપવામાં આવેલ છે. દિવ્યાંગ લગ્ન સહાય હેઠળ જિલ્લામાં ૩૮ દિવ્યાંગ લાભાર્થીઓને રૂ.૧૯૦૦૦૦૦ સહાય પુરી પડાઇ છે.
સાબરકાંઠા જિલ્લામાં દિવ્યાંગ લાભાર્થીઓ માટે યુ.ડી.આઈ.ડી.કાર્ડ પ્રોજેક્ટ હેઠળ ૧૨૪૮૭ યુ.ડી.આઈ.ડી કાર્ડ જનરેટ કરાયા છે.જેનાથી તેમની આગવી ઓળખ પ્રસ્થપિત કરી શકે, દિવ્યાંગોના જીવનમાં એક નવો ઉજાશ પથરાય અને તેઓ સમાજમાં માનભેર જીવન જીવી શકે તેવા ઉજળા અવસર રાજય સરકાર પુરા પાડી રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ડી-કેબિન ખાતે નવનિર્મિત રોડ અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મેયર શ્રીમતી…

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા દ્વારા પ્રથમ થ્રી ફેસ ઇલેક્ટ્રિક લોકોનું ટીઓએચ મુખ્ય શેડ્યૂલ સફળતાપૂર્વક થયું પૂર્ણ

અમદાવાદ, સંજીવ રાજપૂત: પશ્ચિમ રેલવે ના અમદાવાદ રેલવે મંડળ ના ઇલેક્ટ્રિક લોકો શેડ…

ધોળકાના કેલીયા વાસણા ગામનાં મહિલા સરપંચ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશિષ્ટ અતિથિ બનશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગ્રામ…

1 of 688

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *