કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા સેફટી ઓફિસરની ડેઝીગનેટેડ ઓફિસર બી.એમ ગણાવાએ તાત્કાલિક અસરથી આંતરિક બદલીના આદેશ કર્યા છે અને સોંપવામાં આવેલા ફરજ ના જિલ્લા અને તાલુકા નો કાર્યભાર તાત્કાલિક અસરથી તમામ ફૂડ સેફટી ઓફિસરે સંભાળી લેવા માટે સૂચન પણ કરવામાં આવ્યું છે વધુમાં જેઓ ખાદ્યચીજોના વેપાર સાથે સંકળાયેલા છે તેઓએ ફૂડ લાઇસન્સ કે ફુડ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ માટે જે તે જિલ્લાના અને તાલુકાના ફૂડ સેફટી ઓફિસર નો સંપર્ક કરી લાયસન્સ અને રજિસ્ટ્રેશનના દસ્તાવેજ ની જાણકારી મેળવી ઓનલાઈન એપ્લિકેશન કરી ઓનલાઇન ફી ભરવાની રહેશે (૧) પી.એસ પટેલને હિંમતનગર અને માલપુર,યુ આર જી ને ઇડર અને મેઘરજ,એન.જે.ત્રિવેદીને ભિલોડા તથા ધનસુરા અને સાબરકાંઠા જિલ્લાના વડાલી,કે.આર પટેલને મોડાસા ખાતે અને પોશીના,વી.એમ બરંડાને વિજયનગર ખેડબ્રહ્મા અને પ્રાંતિજ,કે કે ચૌધરીને બાયડ અને તલોદ ખાતે કામગીરી કરવા ડેગઝીનેટેડ ઓફિસર શબી.એમ.ગણાવા એ જણાવ્યું હતું.