Breaking NewsLatest

સાળંગપુરમાં દિવાળીના પર્વ નિમિત્તે આજે કાળી ચૌદશના દિવસે કષ્ટભંજન દેવને ચાંદીના 1 લાખ 8 હજાર પ્લસ હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા

હનુમાનજીને પહેરાવવામાં આવનાર આ વાઘાનું વજન 15 કિલો છે. સાથે જ શ્રીકષ્ટભંજનદેવના મુગટમાં 7000 અને કુંડળમાં 3000 હીરા લગાવવામાં આવ્યા છે. સાળંગપુર મંદિરને આ વાધા વડતાલ મંદિરના પિઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ સહિત મહંત પુરાણી વિષ્ણુંપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યાં છે. આ સુવર્ણ વાઘાનું સંપૂર્ણ કાર્ય સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે.


હરિપ્રકાશદાસ સ્વામીના જણાવ્યા મુજબ, ‘કષ્ટભંજન દેવ હનુમાનજીના આ વાઘામાં ચાંદીની અંદર 1 લાખ 8 હજારથી વધુ ડાયમંડ લગાડવામાં આવ્યા છે. ભક્તોનો ભાવ હતો અને કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી અને પૂજારી ડિ.કે. સ્વામીને પણ દાદાને આ વાઘા અર્પણ કરવાનો ભાવ હતો. છેલ્લાં એક વર્ષથી આ વાઘાનું કામ અમદાવાદ અને કોલકાતામાં ચાલતું હતું. આ વાઘા 10થી 15 વખત દાદા પાસે લાવવામાં આવ્યા. જેમાં નાના-મોટા ફેરફાર પણ કરવામાં આવ્યા હતાં. એક વખત અડધા વાઘા બની ગયા પછી તેને ભાંગીને ફરીથી નવા વાઘા બનાવ્યા હતાં. આમ આ દાદાના ચાંદીના 1 લાખ 8 હજાર હીરાજડિત વાઘા તૈયાર થયા છે.

તસવીર – જાકીર મીર, ગાંધીનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 686

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *