Breaking NewsLatest

સુરતમાં પ્રથમ ડિજિટલ કેન્દ્ર જુલાઇ 2021માં સ્થપાયું હતું. સુરતના એપીએમસી માર્કેટમાં સાપ્તાહિક ધોરણે સરેરાશ 118 એમએસએમઇએ ઇ-કોમર્સના લાભો શીખવા તેમજ એમેઝોન ગ્લોબલ સેલિંગ,એમેઝોન લોકલ શોપ્સ, એમેઝઓન ઇઝી, આઇ હેવ સ્પેસ અને ઇઝી-ટુ-યુઝ, સેલર્સ કમ્યુનિટીની ઇકોમર્સ કામગીરી સક્ષમ કરવા એમેઝોન ડિજિટલ સેવાઓ હેઠળ એડબલ્યુએસ પાવર્ડ વિવિધ ટેક્નોલોજી પાર્ટનર્સ પાસેથી સાસ સોલ્યુશન્સ જેવી સેવાઓ પ્રાપ્ત કરવા માટે ડિજિટલ કેન્દ્રની મુલાકાત લીધી છે.

રીપોન્ટિંગ આનંદ ગુરવ.સુરત

સુરત, એમેઝોન ઇન્ડિયાએ આજે જાહેર કર્યું છે કે છેલ્લાં આઠ મહિનામાં સુરતમાં તેના ડિજિટલ કેન્દ્ર દ્વારા 700થી વધુ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમને ડિજિટાઇઝ કરાઇ છે. એમેઝોન ડિજિટલ કેન્દ્ર બ્રિક એન્ડ મોર્ટાર રિસોર્સ સેન્ટર છે, જે એમએસએમઇને ઇ-કોમર્સના લાભો શીખવા તથા ડિજિટલ આંત્રપ્રિન્યોર બનવાની દિશામાં તેમની કામગીરી શરૂ કરવા માટે સહાય, સહયોગ અને સેવા પ્રાપ્ત કરવાની તક આપે છે. સુરતમાં ગત વર્ષે અમારું પ્રથમ ડિજિટલ કેન્દ્ર લોંચ કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય એમએસએમઇને ડિજિટલ થવા માટે જરૂરી સપોર્ટ સિસ્ટમ પ્રદાન કરવાનો છે. અમને જણાવતાં ખુશી થાય છે કે અમે સુરત અને આસપાસના વિસ્તારોની એમએસએમઇ તરફથી ખૂબજ સારો પ્રતિસાદ મેળવ્યો છે. અમે સ્થાનિક એમએસએમઇ સાથે અમારા સંપર્કથી ઘણું શીખી રહ્યાં છીએ, જેથી ડિજિટલ કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સેવાઓના સમૂહને વધુ સક્ષમ કરી શકાય. આ પહેલ વર્ષ 2025 સુધીમાં 10 મિલિયન એમએસએમઇને ડિજિટલ રીતે સક્ષમ કરવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ છે.

એમેઝોન ડિજિટલ કેન્દ્રથી સુરતમાં એમએસએમઇના ડિજિટાઇઝેશનને વેગ મળ્યો…

લોંચથી 700થી વધુ એમએસએમઇ ડિજિટાઇઝ થઇ….

સુરત, નવસારી, બારડોલી, કીમ, કોસંબા, અંકલેશ્વર અને ભરૂચની એમએસએમઇએ ગુજરાતમાં ડિજિટલ કેન્દ્રનો સહયોગ મેળવ્યો

એમએસએમઇને ડિજિટાઇ થવામાં મદદ કરવા એમેઝોને જુલાઇ 2021માં પ્રથમ ડિજિટલ કેન્દ્ર સુરતમાં સ્થાપ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *