Breaking NewsLatest

સુરત શહેરમાં દરિયાઇ ભેજવાળા પવનોનું જોર વધતા બે જ દિવસમાં મહત્તમ તાપમાન 40.3 ડિગ્રીથી 7 ડિગ્રી ગગડી 33.6 ડિગ્રી પહોંચી ગયું છે. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા શહેરીજનોને થોડી રાહત મળી છે. શહેરમાં 13 કિલો મીટરની ઝડપે દરિયાઇ પવનો ફૂંકાયો હતો.

રિપોર્ટિંગ આનંદ ગૂરવ સુરત

             એક તરફ સમગ્ર દેશ કાળ ઝાડ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યું છે .ત્યારે બીજી તરફ સુરત શહેરમાં  છેલ્લા બે દિવસથી  દરિયાઈ પવન ફૂંકાતા 7 ડીગ્રી તાપમાન ગગડી જતા સુરતીઓને ગરમીથી રાહત મળી હતી.વાતાવરણ આંશિક વાદળછાયું રહ્યું હતું. આગામી અઠવાડિયા સુધી દરિયાઇ પવનની દિશા રહેશે. આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં વધુ 1થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની વકી છે. મહત્તમ તાપમાન 32 ડિગ્રી સુધી જઇ શકે છે ત્યારબાદ તાપામાનમાં સામાન્ય વધારો જોવા મળી શકે છે.હવામાન વિભાગના જણાવ્યાનુસાર શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી અને લઘુતમ 28.6 ડિગ્રી નોંધાયું હતું. ગુરુવાર  કરતાં મહત્તમ તાપમાનમાં 3.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 0.2 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થયો છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 79 ટકા અને સાંજે 68 ટકા રહ્યું હતું.

સુરતીઓને ગરમીથી મળી રાહત

બે જ દિવસમાં તાપમાન 7 ડિગ્રી ગગડયુ

સુરતમાં પારો 33.6 ડિગ્રી થઈ ગયું

દરિયાઇ પવન ફૂંકાતાં બફારામાં રાહત

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ડી-કેબિન ખાતે નવનિર્મિત રોડ અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મેયર શ્રીમતી…

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા દ્વારા પ્રથમ થ્રી ફેસ ઇલેક્ટ્રિક લોકોનું ટીઓએચ મુખ્ય શેડ્યૂલ સફળતાપૂર્વક થયું પૂર્ણ

અમદાવાદ, સંજીવ રાજપૂત: પશ્ચિમ રેલવે ના અમદાવાદ રેલવે મંડળ ના ઇલેક્ટ્રિક લોકો શેડ…

ધોળકાના કેલીયા વાસણા ગામનાં મહિલા સરપંચ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશિષ્ટ અતિથિ બનશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગ્રામ…

1 of 688

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *