રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરત શહેરમાં અનેક પ્રાઇવેટ ટ્રાવેલ્સ દ્વારા માસુમ પેસેન્જરોના જીવ જોખમમાં મૂકી પોતાના ફાયદા માટે ટ્રાવેલ્સના સંચાલક દ્વારા બસની ઉપર મોટા મોટા પાર્સલો લાદવામાં આવતાં હોય છે જેથી બસનું અનબેલેન્સ થઈ બસની પલટી થવાની શક્યતા અને આગ લાગવાની ઘટનાઓ વધુ બનતી હોય છે. પેસેન્જર ટ્રાવેલ્સને માત્ર પેસેન્જરોની ટ્રાન્સપોર્ટેશન માટેની પરવાનગી આપવામાં આવતી હોય છે.પણ પ્રાઇવેટ ટ્રાવેલ્સના સંચાલકો આર.ટી.ઓ ના નિયમને ગોટીને પી ગયા હોય અને ગુજરાત ગવર્મેન્ટ ના નિયમોના ધજાગરા ઉડાડતા હોય તેવું
આ દૃશ્યમાં દેખાઈ રહ્યું છે.અવે આવા પ્રાઇવેટ ટ્રાવેલ્સના સંચાલકો પર જીએસટી,આરટીઓ,કે પોલીસ પ્રશાસન દ્વારા કાર્યવાહી ક્યારે
કરવામાં આવશે એવું લોક માંગ ઉઠી છે.
સુરત ટેકસટાઇલ હપ હોવાથી દેશના તમામ રાજ્યમાં કાપડ ટ્રાન્સપોર્ટ તથો હોય છે ત્યારે વેપારીઓ સમય અને જીએસટી બચાવવા બિલ વગરનો માલસામાન ટ્રાન્સપોર્ટ કરવા અને પોતાના ફાયદા માટે પ્રાઇવેટ ટ્રાવેલશ ના સંચલોકો અથવા બસના ડ્રાયવરને થોડાક પૈસા આપીને પ્રાઇવેટ બસમાં અને કેરિયરની ઉપર કાપડના પાર્સલો કે અન્ય માલ સામાન લાદવામાં આવતા હોય છે. પ્રવાસીઓનો જીવ જોખમમાં મૂકતા હોય છે..
સરકારી પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે સરકારની કોઈ પણ પ્રવાસીઓની બસોની ઉપર કેરિયર હોતી નથી.અને એક પ્રવાસીને 35 કિલોથી સુધી પોતાની સાતે માલ સામાન લઈ જયસકાઈ છે.પણ પ્રાઇવેટ બસોના સંચાલકો પોતાનો ફાયદો જોવા માટે બસોની ઉપર મોટી કેરિયલ લગાવી એની ઉપર મોટા મોટા પરસલો લાદવામાં આવતા હોય છે જે ગેરકાયદેસર છે.વગર બિલનો માલ પણ લઈ જવાતો હોય છે ,જીએસટી ની પણ ચોરી કરવામાં આવતી હોય છે.મુસાફરોનો જીવ જોખમમાં મુકી પોતાના ફાયદા માટે મુસાફરો અને સરકારને નુકશાન પોચડી રહિયા છે.ત્યારે તંત્રની નિંદ્રામાંથી ક્યારે જાગે અને કાર્યવાહી કરશે.એતો આવનારો સમયજ બતાવશે…
સુરત શહેરમાં પ્રાઇવેટ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા મુસાફરોનો જીવ જોખમમાં મૂકાઈ રહ્યો છે.
પ્રાઇવેટ બસોની ઉપર મોટા મોટા પાર્સલો લાદવામાં આવતા હોય છે જેના કારણે બસની હાઈટ વધી જતી
હોય છે
બસ અનબેલેન્સ થવાની શક્યતાઓ વધી જતી હોય છે
બસ પલટી થવાની કે આગ લાગવાની ઘટનાઓ વધતી જતી હોય છે
પ્રાઇવેટ બસોમાં વગર બિલના પાર્સલો લાદવામાં આવતાં હોય છે..
જીએસટી પણ ચોરી કરવામાં આવ્યું છે.