કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરન્ચામાં મેજર જનરલ નરપતસિંહ રાજપુરોહિત વિશિષ્ટ સેવા મેડલ શાળા પરિસરમાં પધાર્યા હતા. તેમની ઉપસ્થિતિમાં મેદાની કાર્યક્રમ યોજાયો જેમાં સેરેમોનિયલ પરેડ, કરાટે, સ્કૂલબેન્ડ અને આદર્શ ગ્રામ યોજના અંતર્ગત મીની PDC માં ઉત્તમ પ્રદર્શન કરનાર કેડેટ્સને શિલ્ડ આપીને સન્માનિત કરાયા અને ગ્રૂપ ફોટોગ્રાફી કરવામાં આવી. સૈનિક સ્કૂલના તાલીમના ભાગ રૂપ કેડેટસ દ્વારા ઓબ્સટેકલ કોર્સ નું શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું. સૌ પ્રેક્ષકોએ તાળીઓનો વરસાદ વરસાવી ખુશી વ્યક્ત કરી હતી.
ત્યારબાદ વિદ્યાલય ભવનમાં સૈનિક સ્કૂલના આર્ટ ટીચર શ્રી પ્રવીણભાઈ સુથારના માર્ગદર્શન હેઠળ આર્ટ એન્ડ ક્રાફ્ટ ગેલેરીનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં હસ્તકલા, રંગકામ, કાગળકામ, કાગળ, પૂંઠા અને થર્મોકોલ કટીંગ, વેસ્ટમાંથી બેસ્ટ કલાગીરી, તોરણ, વિવિધ આકારોના ઉપયોગથી નાવીન્ય જોવા મળ્યું અને નિહાળનાર સૌ લોકોએ ભરપેટ પ્રશંસા કરી.
ત્યારબાદ વિદ્યાલયની તમામ ગતિવિધિઓનો વિડીઓ દર્શન કરાવવામાં આવ્યું. પછી શિક્ષકગણ સાથે વાર્તાલાપ અને પ્રશ્નોત્તરી થઈ અને અંતે શપથ લેવડાવ્યા કે બે વર્ષમાં એક કેડેટને તો NDA માં મોકલીશું જ. આમ મેજર જનરલ સાહેબ દ્વારા સ્ટાફનું ઉત્સાહ વર્ધન કરવામાં આવ્યું. કેડેટ્સ દ્વારા થોડા દિવસની મહેનતમાં દેશભક્તિ નાટિકા *ચાફેકરબંધુ* તૈયાર કરી પુરા જોશથી રજૂ કરવામાં આવી. આ પ્રસંગે મુખ્ય અતિથિ મેજર જનરલ સાહેબની સાથે સૂર્યા ફાઉન્ડેશનના વાઈસ ચેરમેન શ્રી મુકેશજી ત્રિપાઠી અને આદર્શ ગ્રામ યોજનાના ભારતવર્ષના માર્ગદર્શક શ્રી પ્રમોદજી પણ ઉપસ્થિત રહયા હતા. નાટિકા બાદ મેજર જનરલ નરવતસિંહ રાજપુરોહિત (વિશિષ્ટ સેવા મેડલ ) સાહેબે મોટીવેશનલ સ્પીચ આપી સૌના ઉત્સાહનું વર્ધન કર્યું હતું. શ્રી મુકેશજી દ્વારા મુખ્ય અતિથિ શ્રી મેજર જનરલ સાહેબને શાળા તરફથી મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના મેનેજર શ્રી સતેન્દ્ર શર્માજીએ આભાર દર્શન કર્યું. શાળાના પ્રિન્સિપાલ શ્રી હાર્દિક જોશી અને એડમિનિસ્ટ્રેટિવ સુબેદાર સમરજીત યાદવ સાહેબે સૌને કાર્યક્રમની શુભેચ્છાઓ પાઠવી હતી. અંતે વૃક્ષારોપણ અને સમૂહ ફોટોગ્રાફી કરવામાં આવી આ તમામ કાર્યક્રમનું સફળ સંચાલન સુશ્રી ટ્વિનકલ દવે અને સીનીયર ટીચર શ્રી વિષ્ણુભાઈએ આગવા અંદાજમાં કરીને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.