Breaking NewsLatest

સૌરાષ્ટ્રનું ગૌરવ વધારતા, કોરોના કાળમાં આણંદ જિલ્લામાં યશસ્વી કામગીરી કરનાર ગોપાલ બામણીયાને અઘિક કલેકટરની બઢતી સાથે નિયુક્તિ કરવામાં આવી.

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ ઘ્વારા રાજયના ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલ સંર્વગના નાયબ કલેકટરોને ગુજરાત વહીવટી સેવા સિનીયર સ્કેલ એટલે કે અઘિક કલેકટર સંવર્ગમાં બઢતી આપવામાં આવેલ છે. કોરોના કાળમાં આણંદ જિલ્લામાં યશસ્વી કામગીરી કરી કોરોના વોરીયર તરીકે પ્રસંશનીય ફરજ બજાવનાર નાયબ કલેકટર અને જિલ્લા પુરવઠા અઘિકારી ગોપાલ બામણીયાને અઘિક કલેકટર તરીકે બઢતી મળેલ છે. તેઓ વર્ષ-૨૦૦૫મા ગુજરાત જાહેર સેવા આયોગની ર્સ્પઘાત્મક પરીક્ષા પાસ કરી સીઘી ભરતીના તાલુકા વિકાસ અઘિકારી તરીકે પસંદગી પામેલ. ૨૦૦૫-૨૦૦૬માં પ્રોબેશનરી તાલુકા વિકાસ અઘિકારી તરીકે જિલ્લા પંચાયત આણંદ ખાતે તાલીમ મેળવેલ ત્યાર બાદ જામનગર જિલ્લાના જોડીયા, ખેડા, ગીર સોમનાથના સૂત્રાપાડા અને ઉમરેઠ તાલુકામા તાલુકા વિકાસ અઘિકારી તરીકે ફરજ બજાવી છે. વર્ષ -૨૦૧૩ માં તેમને ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલમાં નાયબ કલેકટર તરીકે બઢતી મળતા જિલ્લા પંચાયત જામનગર અને જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા ખાતે નાયબ જિલ્લા વિકાસ અઘિકારી તરીકે ફરજ બજાવેલ છે. વર્ષ–૨૦૧૭ની વિઘાનસભા ચૂંટણી વખતે તેઓની ખાસ ફરજના ભાગ રૂપે જિલ્લા પંચાયત અમદાવાદ ખાતે નાયબ જિલ્લા વિકાસ અઘિકારી તરીકે બદલી થતા અમદાવાદના જુના સરખેજ અને હાલના વેજલપુર વિઘાનસભા મત વિભાગના ચૂંટણી અઘિકારી તરીકે સફળતા પુર્વક ફરજ બજાવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે વેજલપુર વિઘાનસભા મત વિભાગ અમદાવાદના કુલ ૨૧ મત વિભાગ પૈકીનો મતદાર અને વિસ્તારની દ્રષ્ટિએ બીજા ક્રમનો મત વિભાગ છે.

સપ્ટેમ્બર-૨૦૧૮મા તેઓની નિમણૂંક જિલ્લા પુરવઠા અઘિકારી આણંદ તરીકે થતા તેઓએ પુરવઠા વિભાગ હસ્તકની ઉતકૃષ્ઠ ફરજ બજાવેલ છે. જેમાં આણંદ જિલ્લાના ૧.૧૫ લાખ ગરીબ પરીવારોની મહિલાઓને પ્રઘાનમંત્રી ઉજજવલા યોજનાના ગેસ કનેકશન અપાવી સમગ્ર રાજયમાં આણંદ જિલ્લાને મોખરાનુ સ્થાન અપાવેલ છે. જાહેર વિતરણ વ્યવસ્થામાં રાશનકાર્ડ ઘારકોને સમયસર, પુરતો અને ગુણવતા યુકત આવશ્યક ચીજ વસ્તુનો જથ્થો મળી રહે તે માટે તેમણે વ્યાજબી ભાવના દુકાનદારો સાથે તાલુકાવાર માસિક સમીક્ષા બેઠકો કરી હતી. તથા જાહેર વિતરણ વ્યવસ્થાને ખોરંભે પાડવાનો પ્રયત્ન કરનાર વ્યાજબી ભાવના ૨૭ (સત્યાવીસ) દુકાનદારોના ૫રવાના મોકુફ કર્યા તથા ૨૫ (પચ્ચીસ) વ્યાજબી ભાવના દુકાનદારોના પરવાના કાયમી ઘોરણે રદ કર્યા અને રૂા. ૫૯૨૪૯૫૧ નો નાંણાકીય દંડ કરી સખતાઇના પગલા લીઘેલ છે. આ ઉપરાંત રાશનકાર્ડ ઘારોકને તેમનો જથ્થો પુરતો અને તેમને જ મળી રહે તે માટે આઘાર આઘારિત વિતરણ વ્યવસ્થાને સુદઢ કરવા પ્રયત્નનો કરેલ છે.

માર્ચ માસમાં કોરોનાની મહામારી જાહેર થયા બાદ લોકડાઉનમાં જિલ્લા કલેકટર આર.જી. ગોહિલ ના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અઘિકારીએ પુરવઠા વિભાગ હસ્તકના વ્યાજબી ભાવના દુકાનદારો, પેટ્રોલ પંપ ઘારકો, ગેસ એજન્સીના સંચાલકો, ગુજરાત નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન મેનેજરો, શ્રમિકો વગેરે કોરોના વોરીયરના ટીમ લીડરની પ્રસંશનીય ફરજ બજાવેલ છે. જિલ્લાના ૪.૫ લાખ રાશન કાર્ડ ઘારકોના ૨૨ લાખથી વઘુ જન સંખ્યાને એપ્રિલ અને મે માસમાં કેન્દ્દ સરકાર અને રાજય સરકાર દ્વારા જાહેર કરેલ વિના મુલ્યે અનાજ વિતરણનો સફળતા પૂર્વક અમલ કરાવેલ છે તથા લોકડાઉન સમય દરમિયાન લોકોને ગેસ, પેટ્રોલ, ડીઝલ તથા કેરોસીનનો આવશ્યક જથ્થો અવિરત મળી રહે તે માટે પણ ઉતકૃષ્ઠ કામગીરી કરેલ છે.
જિલ્લા કલેકટર આર.જી.ગોહિલના માર્ગદર્શન હેઠળ બાકરોલ આદર્શ નિવાસ છાત્રાલયમાં કોવિડના ર્દદીઓ તથા તેમના સગા વહાલાના રહેવા તથા જમવા માટે વડતાલ સ્વામીનારાયણ ગાદીના સહયોગથી જિલ્લા પુરવઠા અઘિકારી ગોપાલ બામણીયાએ અન્ય અઘિકારીઓ સાથે રહી કોવિડ સેન્ટર શરૂ કરાવ્યુ હતુ. જે છેલ્લા છ માસથી આજ દિન સુઘી અવિરત ચાલુ છે. આ ઉપરાંત ૨ લાખથી વઘુ રાશનકીટ તેમજ પ્રવાસી અને સેલ્ટર હોમના શ્રમિકો માટે લોક ભાગીદારથી બિસ્કીટ, પીવાના પાણીની વ્યવસ્થા કરેલ હતી.

આ ઉપરાંત જિલ્લા કલેકટર આર.જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ કોરોનાને નિયંત્રણમા લાવવા આણંદ જિલ્લામાં શરૂ કરાયેલ ખાસ કામગીરીના ભાગ રૂપે જિલ્લા પુરવઠા અઘિકારી ગોપાલ બામણીયાએ લોક ભાગીદારીથી ૩૦ લાખ આર્યુવેદિક ગળો ઘનવટી, ૨ લાખ હોમિયોપથીક આર્લનિક આલ્બમના ગલોબ્યુલસ તથા ૫ હજાર આર્યુવેદિક એન્ટી વાયરલ કીટનુ વિતરણ કરાવ્યુ હતુ.
વર્ષ–૨૦૧૯મા વડોદરા ખાતે આવેલ ભીષણ પુરમાં તત્કાલિન કલેકટર દિલીપ રાણાના માર્ગદર્શનથી લોક ભાગીદારીથી ૨.૫ લાખ ફુડ પેકેટ તથા ૧ લાખ પીવાના પાણીના બોટલ જિલ્લા પુરવઠા અઘિકારી ગોપાલ બામણીયાએ વડોદરા મોકલવ્યા હતા. તાત્કાલિન કલેકટર દિલીપ રાણા દ્વારા શરૂ કરવામાં આવેલ જન વિકાસ ઝુંબેશમાં ખંભાત અને તારાપુર ખાતે ૬૦૦૦ રાશનકાર્ડ ઘારકોને અનાજ મળી રહે તે માટે N.F.S.Aમાં ઝુબેશના ભાગરુપે સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા.

ગોપાલ બામણીયાએ જિલ્લા પુરવઠા અઘિકારી ઉપરાંત નાયબ કલેકટર મઘ્યાહન ભોજન યોજના તરીકે પણ ૨ વર્ષ સૃઘી વઘારાનો કાર્યભાર સંભાળેલ છે. તથા કોરોના કાર્યકાળમાં પ્રાથમિક શાળાના બાળકોને ફ્રુડ સિકયોરીટી એલાઉન્સ તથા અનાજ વિતરણની કામગીરી બજાવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોપાલ બામણીયા અઘિકારીઓના એસોસીએશન સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. તેઓએ ગુજરાત તાલુકા વિકાસ અઘિકારી એસોસીએશનના રાજય કક્ષાના પ્રમુખ તરીકે વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૧ સુઘી કાર્યભાર સંભાળેલ છે.

આ ઉપરાંત ગુજરાત સ્ટેટ ઓફિસર ફેડરેશનના ઉપપ્રમુખ તથા ગુજરાત વહીવટી સેવા સંર્વગના અઘિક કલેકટર- નાયબ કલેકટરોની રાજય કક્ષાની કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીમાં ડિરેકટર તરીકે કાર્યરત છે. ખાસ નોંઘનીય બાબત એ છે કે આણંદ જિલ્લા સાથે જિલ્લા પુરવઠા અઘિકારી ગોપાલ બામણીયાને શરૂઆત થી જ વિશિષ્ટ નાતો છે. તેઓની કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૦૫-૦૬માં પ્રોબેશનરી તાલુકા વિકાસ અઘિકારી તરીકે જિલ્લા પંચાયત આણંદ તરીકે થઇ હતી. વર્ષ-૨૦૧૦માં તાલુકા વિકાસ અઘિકારી ઉમરેઠ તરીકે નિમણૂંક પામ્યા બાદ વર્ષ-૨૦૧૩માં નાયબ કલેકટરની પ્રથમ બઢતી મેળવ્યા બાદ વર્ષ -૨૦૧૮માં જિલ્લા પુરવઠા અઘિકારી તરીકે નિયુકત થયા અને જોગાનુ જોગ બીજી બઢતી અઘિક કલેકટર તરીકે આણંદથી જ મેળવેલ છે.

જિલ્લા પુરવઠા અઘિકારી ગોપાલ બામણીયાને અઘિક કલેકટર તરીકે બઢતી મળતા જિલ્લા કલેકટર આર.જી.ગોહિલ, જિલ્લા વિકાસ અઘિકારી આશિષ કુમાર, જિલ્લા પોલીસ વડા અજીત રાજીયાણ તથા જિલ્લાના અઘિકારી કર્મચારીઓ તરફથી અભિનંદન પાઠવી ભાવિ ઉજજવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *