Breaking NewsLatest

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે ૪૨ મી રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ સ્પર્ધા ૨૧ થી ૨૬ માર્ચ દરમ્યાન યોજાશે. લોકસભા પ્રોટમ સ્પીકર ડો કિરીટ સોલંકી રહેશે ઉપસ્થિત

અમદાવાદ: ભારતીય યુવાનો ક્રિકેટ, ફૂટબૉલ, વોલીબૉલ રમી શકે છે, દોડી શકે છે અને સાઇકલિંગ કરી શકે છે, પણ રમતની વાત આવે ત્યારે ભારતીય યુવતીઓ માટે આટલા બધા વિકલ્પ હોતા નથી.આ અનુમાન હવેના સમયમાં બદલાઈ જવા રહ્યુ છે. આજે રમતોની યાદીમાં જોઈએ તો મહિલાઓ કુસ્તી, મુક્કાબાજી કે કબડ્ડી, વેઇટ લિફટિંગ અને ફૂટબોલ જેવી અનેક રમતોમાં પોતાનું કૌશલ્ય સાબિત કરી રહી છે અને માત્ર ભારત જ નહી પણ દેશ-વિદેશમાં પણ નામના મેળવી રહી છે. ભારતીય મહિલા ખેલાડીઓ પરંપરાગત જાતિગત માન્યતાઓને તોડીને વિશ્વ પર રાજ કરી રહી છે.

કેવડિયા કોલોની ખાતે નિર્માણ પામેલ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” આજે વિશ્વના નકશા પર આજે વૈશ્વિક પર્યટન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. જે ભારતના સપૂત લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે આકાર પામ્યું છે. ત્યારે આ ભૂમિ પર સમગ્ર ભારતની એકતાના દર્શન થઈ શકે તેવું આયોજન થવા જઈ રહ્યું છે.

સાંસદશ્રી અમદાવાદ પશ્ચિમ – ડો કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીના અધ્યક્ષપણા હેઠળ વુમનસ ફુટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા, ખાતે ૪૨ મા સિનિયર નેશનલ વુમન્સ ફુટબોલ ચેમ્પિયનશીપનુ આયોજન તા ૨૧/૩/૨૦૨૧ થી તા ૨૬/૩/૨૦૨૧ દરમ્યાન યોજાનાર છે. જેમાં ૨૮ રાજ્ય અને ૮ કેન્દ્ર શાસિત પ્રદેશની ફૂટબોલ મહિલા ટીમ ઉપસ્થિત રહેશે. ગુજરાત મહિલા ફુટબોલ એસોસિએશન ના પ્રમુખ અરુણકુમાર સાધુ ,મહા મંત્રી શ્રીમતી ટીનાક્રિષ્ના દાસ સમગ્ર ટુર્નામેન્ટ નું સંચાલન કાર્ય સંભાળી રહ્યા છે.

૪૨મી રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ નું તારીખ૨૧/૩/૨૦૧૬ સમય સાંજે ૫ કલાકે સ્થળ SRP પરેડ ગ્રાઉન્ડ કેવડિયા ખાતે યોજાશે. ઉદ્ઘાટન ડોક્ટર કિરીટભાઈ સોલંકી પ્રોરોટોમ સ્પીકર લોકસભા કરશે આ પ્રસંગે ડોક્ટર શ્રી મહેશભાઈ નાયક ડીઆઈજી આમ યુનિટ વડોદરા જિલ્લા કલેક્ટર શ્રી નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નર્મદા વગેરે ઉપસ્થિત રહેશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો

એબીએનએસ, પાટણ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

1 of 682

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *