Breaking NewsLatest

સ્મરણ સાથે શ્રદ્ધાંજલિ: લતા દીદીએ પીએમના માતૃશ્રી હીરાબાને પત્ર લખી કહ્યું પ્રથમ વખત ગુજરાતીમાં લખું છું…

અમદાવાદ: ભારત રત્ન કોકિલા કંઠી લતા મંગેશકરે આજે દુનિયાને અલવિદા કહ્યું. દેશભરમાં શોકનો માહોલ છવાયો. દેશમાં 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. આજે વિશ્વભરમાં લોકો તેમના ગયેલા સુપરહિટ ગીતોને યાદ કરી રહ્યા છે અને તે યાદ રહેશે અને લોકો લતા દીદીને એમના સ્મરણો સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.

લતા દીદીનું એક સ્મરણ જયારે તેમણે ગુજરાતના પુત્ર હાલના ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને તેમના બીજીવાર પ્રધાનમંત્રી બનાવ બદલ માતા હીરાબાને લખેલ પત્ર પણ છે જેમાં તેઓએ માતા હીરાબાને સંબોધીને લખ્યું હતું કે નરેન્દ્ર મોદી મારા ભાઈ છે અને તેમને ફરીવાર પ્રધાનમંત્રી બનવા બદલ શુભકામનાઓ પાઠવું છું. આ ઉપરાંત પીએમ મોદીના ભાઈઓ પ્રહલાદભાઈ અને પંકજભાઈ તેમજ પરિવાર માટે દીર્ઘાયુ આયુષ્ય માટે પ્રાર્થના કરું છું. એ તો ઠીક એમની સાદગી જુઓ તેમને અંતમાં લખ્યું હતું કે આ પત્ર તેઓ પ્રથમ વખત ગુજરાતીમાં લખી રહ્યા છે કાઈ ભૂલચૂક હોય તો ક્ષમા કરશો. દીદીની આત્મા તેમના ગાવામાં આવેલ સદાબહાર ગીતો થકી લોકોના હૃદયમાં હંમેશા જીવનભર યાદ સાથે જીવંત રહેશે. લતા દીદીને ભાવભીની શ્રદ્ધાંજલિ..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *