Breaking NewsLatest

૫૬મા પદવીદાન સમારોહમાં સૌથી વધારે 8 સુવર્ણ ચંદ્રક મેળવતી જામનગરની એમ.પી.શાહ કોલેજની વિધાર્થીની ખુશી દેસાઇ.

જામનગર: રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૬મો પદવીદાન સમારોહ યોજાયો હતો. સરકારશ્રીની કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે યોજાયેલા પદવીદાન સમારોહમાં સૂવર્ણપદક મેળવનાર ૧૪ વિદ્યાશાખાના કુલ ૧૦૭ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મેડિકલમાં અભ્યાસ કરતી જામનગરની એમ. પી.શાહ ગવર્મેન્ટ કોલેજની યશસ્વી વિધાર્થીની ખુશી દેસાઈએ સૌથી વધારે કુલ ૮ સુવર્ણ પદક મેળવ્યા હતા. તેણે એમબીબીએસ.ના અભ્યાસમાં તમામ વિષયમાં સૌથી વધારે માર્કસ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું.જે પૈકી તેમણે મહત્તમ માર્કસ સર્જરી અને મેડીસીન વિષયમાં મેળવ્યા છે.

હાલમાં તેઓએ પોતાનો એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂર્ણ કરીને જામનગર ખાતે જી.જી. હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરી રહ્યા છે. તેમની ઈન્ટર્નશીપ કોરોનાની પ્રથમ લહેરથી શરૂ થઈ હતી જેમાં તેઓએ ડોક્ટર તરીકે પોતાની ફરજ બજાવી હોવાનું જણાવ્યું હતું.

૮ પદક મેળવવા માટેની સફરમાં અને સર્વાધિક ગુણ મેળવવામાં માતા પિતા, શિક્ષકો, પરિવારજનોએ સહયોગ અને પ્રેરણા પૂરી પાડીને સિદ્ધિ હાંસલ કરવામાં મદદ કરી છે. તે બધાની હું ખુબ ઋણી છું, તેમ ખુશી દેસાઈએ જણાવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *