એબીએનએસ બનાસકાંઠા: ૦૭-વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ સવારે ૦૭ વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં સાંજે ૦૫ વાગ્યા સુધીમાં સરેરાશ ૬૭.૧૩ ટકા મતદાન થયું.
પારદર્શક ચૂંટણી યોજવાના નિર્ધાર સાથે વાવ વિધાનસભા મતવિસ્તારના તમામ ૩૨૧ જેટલા મતદાન મથકો ખાતેથી વૅબ કાસ્ટીંગ કરવામાં આવ્યું હતું. મતદાન દરમિયાન સાંજના ૦૫.૦૦ કલાક સુધીમાં ૦૧ BU, ૦૧ CU અને ૦૩ VVPAT બદલવામાં આવ્યા હતા. જે પણ મતદાન મથકે BU, CU અથવા VVPAT બદલવાની જરૂર પડી તે કિસ્સામાં સૅક્ટર ઑફિસર પાસેના રિઝર્વ મશીનમાંથી BU, CU અથવા VVPAT બદલવામાં આવ્યા હતા.