Breaking NewsLatest

આગામી તા.૧૦ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જામનગરની મુલાકાતે

જામનગર: આગામી તા.૧૦ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જામનગર જિલ્લાની મુલાકાતે પધારનાર છે જેમાં તેઓ જિલ્લાના રૂ.૧૪૬૨ કરોડના ખર્ચે વિવિધ ૯ જેટલાં વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે.

જેમાં વડાપ્રધાનશ્રી જળ સંપતિ વિભાગના સૌની યોજના લિંક-૩, પેકેજ-૭નું રૂા.૭૨૯.૧૫ કરોડ, સૌની યોજના લિંક-૧, પેકેજ-૫નું રૂા.૩૧૪.૬૯ કરોડ તેમજ હરિપર ખાતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લી. હસ્તકના રૂા.૧૭૬.૮૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૪૦ મેગાવોટ સોલાર પી.વી. પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

તદુપરાંત વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રૂા.૩૯.૨૪ કરોડના ખર્ચે કાલાવડ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના તથા રૂા.૨૪.૭૪ કરોડના ખર્ચે મોરબી-માળિયા-જોડીયા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના તેમજ જામનગર મહાનગરપાલિકા હસ્તકના રૂા.૬૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર લાલપુર બાયપાસ ફ્લાય ઓવર બ્રીજ, રૂા.૫૬ કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક તથા પપીંગ મશીનરી રીફર્નીસ્ડ વર્ક, રૂા.૪૧.૮૯ કરોડના ખર્ચે નિર્માણ પામનાર હાપા માર્કેટિંગ યાર્ડ રેલવે ઓવરબ્રીજ તથા રૂા.૧૪.૪૪ કરોડના ખર્ચે ૩૫ બેડ ના અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *