જામનગર : ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં જામનગર જિલ્લામાંથી ૧,૬૯૫ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સહભાગી થવા જઈ રહ્યા છે
ત્યારે જામનગર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.કે.ભટ્ટ તથા ઝોનલ અધિકારીશ્રી સી.એમ.મહેતાએ શહેરની દયાનંદ કન્યા વિદ્યાલય ખાતે આ પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી આવકાર્યા હતા અને તેમના ઉજવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં કુલ છ કેન્દ્રો ખાતે વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જામનગર ખાતે ચાર તથા ધ્રોલ ખાતે બે કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે. તા.૨૦ ફેબ્રુઆરી થી તા.૦૨ માર્ચ સુધી ચાલનારી આ પરીક્ષામાં ૧,૬૯૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.