Breaking NewsLatest

13 વર્ષીય અમદાવાદી છોકરીએ આંખે પાટા બાંધી 141 માટી ના પેન તોડવાનો રેકોર્ડ બનાવ્યો

અમદાવાદ: મહિલા નું મહત્ત્વ દરેક મનુષ્ય ના જીવન માં ખુબજ અગત્ય નું છે એ પછી માતા, પત્ની, મિત્ર, બહેન, કોઈપણ સંબંધ હોય મહિલા વગર બધુજ અધૂરું છે. સમગ્ર વિશ્વ માં 8મી માર્ચ ના રોજ આંતરાષ્ટ્રીય મહિલા  કરવામાં આવે છે અને આ વર્ષે તેની થીમ *#ChooseToChallenge* રાખવામાં આવી છે કે પોતાની જાત ને ચેલેન્જ આપો, પોતાની જાત ને કોઈપણ જાત ની લિમિટેશન માં ન બાંધો અને લીધેલ ચેલેન્જ ને પૂર્ણ કરો. આ થીમ ને 13 વર્ચ ની અમદાવાદી છોકરી જેન્સી સોની એ સાર્થક કરી બતાવ્યું છે. તેણે ફક્ત 13 વર્ષ 8 મહિના અને 3 દિવસ ની વયે આંખે પાટા બાંધી 141 માટી ના પેન તોડવાનો રેકોર્ડ બનાવ્યો અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મેળવ્યું છે.

જેન્સી ના પિતા ભાવિન સોની એ જણાવ્યું કે* “સામાન્ય ગુજરાતી કુટુંબની હોવાથી જ્યાં છોકરીઓ સામાન્ય રીતે લાડ લડાવે છે અને ખૂબ જ શારીરિક દબાણથી દૂર રહે છે, જેન્સી હંમેશાં ખૂબ જ મહેનતુ અને સક્રિય દેખાતી હતી નાનપણથી જ રમત પ્રત્યે આકર્ષિત હતી. તે હંમેશાં ગર્લ પાવર માં વિશ્વાસ રાખતી હતી. જેન્સી એ 5 વર્ષ ની ઉંમરે કરાટેમાં તેની સફર શરૂ કરી હતી અને 13 વર્ષ ની ઉંમરે પોહંચયા સુધી તે સુધી તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 27 એવોર્ડ મેળવી ચૂકી છે. જેન્સી એ 10 વર્ષ ની ઉંમરે સૌપ્રથમ આંતરાષ્ટ્રીય ટુર્નામેન્ટ જીતી હતી.

જેન્સીના કાઉન્સિલર કમલેશ સુરતી એ જણાવ્યું કે* “દરેક બાળક માં એક યુનિક ગુળવત્ત હોય છે જરૂર છે તો તેને પારખવાની અને તેને યોગ્ય દિશા આપવાની જો સમય ની સાથે બાળક ની કવોલિટી ઓળખીને તેને યોગ્ય દિશા આપવામાં આવે તો તે બાળક જીવન માં ઘણું બધું ન ધારેલું કરી શકે છે. અને મેં જેન્સી માં એ જુસ્સો જોયો જે કંઈક અલગ કરવા માંગતી હતી માટે અમે એની ટ્રેનિંગ શરુ કરી અને આંખે પાટા બાંધી ને માટી ના પેન તોડવાનો કોઈપણ રેકોર્ડ હતો નહિ સૌપ્રથમવાર 100 પેન થી શરૂઆત કરી જેન્સી 141 પેન સુધી પોહચી અને રેકોર્ડ સ્થાપિત કર્યો.”

જેન્સી ના કરાટે કોચ પ્રિતેશ એ જણાવ્યું કે” જ્યારે જેન્સી આંખે પાટા બાંધી ને કોઈપણ પ્રવુતિ કરે છે ત્યારે પોતાની જીભ બહાર કાઢી ને જીભ વડે તેની આસપાસ ની વસ્તુઓ ને અનુભવે છે અને ખુબજ સરળતા થી કાર્ય કરી શકે છે. કરાટે ની સાથે તેણીએ પોતાના દિમાગ ને પણ ખુબજ વધારે ફોકસ રાખ્યું. તે કરાટે ની જુદી જુદી ટેક્નિક થી આંખે પાટા બાંધી ને હવા માં લટકાવેલી બોટલ્સ ને ઓળખીને કિક કરી શકે છે જે તેને બીજા કરાટે શીખતાં લોકો થી જુદું પાડે છે.”

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *