બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લા તરીકે ઓળખ ધરાવે છે. આ જિલ્લામાં આવેલો દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકા તરીકે જાણીતો છે. આ તાલુકામાં સૌથી વધુ આદિવાસી સમાજ વસવાટ કરે છે. 25 ઓગસ્ટના રોજ વન વિભાગ દ્વારા 19 જેટલા મકાનો સનદ વિનાના તોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આદિવાસી સમાજમાં ભારે રોષ ભભૂક્યો હતો અને ત્યારબાદ તેમને આંદોલન પણ કર્યું હતું. ત્યારબાદ તેમને બનાસકાંઠા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી અને મુલાકાત પણ કરી હતી અને હાલમાં આવા આદિવાસી પરિવારના ઘરની હાલત ભારે દયનીય હોઈ તેમને મદદ કરવા માટે દાંતા તાલુકાના સરપંચશ્રીઓ આગળ આવ્યા હતા.
આજ રોજ તારીખ 29/ 8 /2023 ના રોજ સર્વ દાંતા તાલુકાના સરપંચશ્રીઓ જે 25/8/2023 તારીખ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે મકાનો 19 પરિવારના મકાનો પાડી દીધેલ છે. જે પરિવારોને રક્ષાબંધન નો પર્વ સારો નીવડે એના માટે આ કીટનું વિતરણ કરી અને સરકારને આહવન કર્યો કે આવી ગંભીર પરિસ્થિતિ હવે પછી અમે કોઈ દિવસ સહન કરી લેશું નહીં, એ રીતના જણાવેલું છે દરેક દાંતા તાલુકાના સરપંચશ્રીઓ આ બનાવને પુરેપુરા લડી લેવાની મૂડમાં છે જો સરકારશ્રી ન્યાય આપે તો ખરું નહીં તો આનું પરિણામ સરકારશ્રીને પૂરેપૂરું ભોગવવું પડશે, આદિવાસી સમાજે મેસેજ આપ્યો
અંબાજી પ્રહલાદ પૂજારી