Latest

2020 નાં મર્ડર કેસમાં અદાલત નો ચુકાદો

નાગેશ્રી પોલીસ સ્ટેશન ના ટીંબી ગામના ગુનામાં આરોપી ને આજીવન કારાવાસની સજા

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે 2020 નાં સાલમાં બનેલ હત્યા ના બનાવમાં રાજુલા સેશન્સ કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવી આજીવન જેલ અને રૂ. 25 હજાર દંડ ની સજા ફટકારી

ઉપરોક્ત કેસમાં તત્કાલીન નાગેશ્રી પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ  શ્રી બી. જી. વાળા દ્વારા તટસ્થ અને જીણવટ ભરી તપાસ કરી  પુરાવાઓ રજૂ કરી ચાર્જશીટ દાખલ કરેલ જે બાદ જિલ્લા મદદનીશ સરકારી વકીલ બી એમ શિયાળે કોર્ટ માં ધારદાર રજૂઆત કરતા એડિશનલ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ શ્રી એસ એમ સોની દ્વારા આરોપી સંજયભાઈ  રાજુભાઈ બાંભણિયા ને કસૂરવાર ઠેરવી આજીવન કેદ ની સજા ફટકારી છે

આરોપી અને તેના ભાઈએ 2020 ની સાલમાં  રામભાઈ બચુભાઈ અજાણા   ગામ ટીંબી નાઓ ની નજીવી બાબતમાં તકરાર થતાં હત્યા કરી નાખી હતી. હત્યા ના ગુન્હામાં ભારતીય દંડ સંહિતા મુજબ 302 નાં કેસમાં કસૂરવાર ઠેરવી અદાલત દ્વારા આજીવન જેલ તથા 25 હજાર નો દંડ ફટકારી દંડની રકમમાંથી 20 હજાર રૂપિયા ફરીયાદી ને વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે

ઉપરોક્ત કેસમાં ફરિયાદી ને ન્યાય મળતાં પોલીસ અને ન્યાયતંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો

રિપોર્ટ જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો

એબીએનએસ, પાટણ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *