શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠ મા આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. હાલમાં ભાદરવી મહાકુંભ થોડા સમય બાદ શરૂ થવાનો છે,
ત્યારે ભાદરવી મહિનો પૂર્ણ થયા બાદ આસો માસમાં નવ દિવસ નવરાત્રીમા માં અંબાની આરાધના નો પર્વ તરીકે ઓળખાય છે. નવરાત્રિના નવ દિવસમાં ભક્તો ખેલૈયાઓ ગરબા રમતા હોય છે ત્યારે આ વખતે પ્રથમ વખત અંબાજીના વિજયા રિસોર્ટમાં ખેલૈયાઓ માટે રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે.
અંબાજી ખાતે શક્તિ ધારા સોસાયટી પાસે આ વિજયા રિસોર્ટ આવેલો છે આ રિસોર્ટમાં સ્વિમિંગ પુલ સહિત ઘણા બધા રૂમ પણ આવેલા છે અને હોલ પણ આવેલ છે ત્યારે આ વખતે ખેલૈયાઓ આ રિસોર્ટમાં નવરાત્રીમાં રમઝટ બોલાવશે આ માટે રિસોર્ટ દ્વારા એડવાન્સ બુકિંગ પણ શરૂ કરવામાં આવેલ છે જે માટે ફી પણ રાખવામાં આવી છે.
અંબાજી પ્રહલાદ પૂજારી