Latest

૨૬મી જાન્યુઆરી – પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાષ્ટ્રના ૭૬માં પ્રજાસત્તાક પર્વ-૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ની રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં વાલોડ તાલુકાના ખાતે થશે. તા.૨૬મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજ વંદન સમારોહ યોજાશે.

આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા (ઇડર) ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને પંચમહાલ (શહેરા) ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરઓના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના ધ્વજ વંદન સમારોહ યોજાશે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત આ મુજબ છે:

કેબિનેટ મંત્રીઓ

1. કનુભાઈ દેસાઈ – વલસાડ (વાપી)

2. ઋષિકેશ પટેલ – બનાસકાંઠા (અંબાજી)

3. રાઘવજીભાઈ પટેલ – રાજકોટ (કોટડા સાંગાણી)

4. બળવંતસિંહ રાજપૂત – મહેસાણા (પાંચોટ)

5. કુંવરજીભાઈ બાવળિયા – બોટાદ (બરવાડા)

6. મુળુભાઈ બેરા – જામનગર (શહેર)

7. ડૉ. કુબેરભાઈ ડીંડોર – ભાવનગર (શિહોર)

8. શ્રીમતી ભાનુબેન બાબરિયા – અમદાવાદ (ધંધુકા)

રાજ્યકક્ષાના મંત્રીઓ

9. હર્ષ સંઘવી – ગાંધીનગર (શહેર)

10. જગદીશ વિશ્વકર્મા – ખેડા (કપડવંજ)

11. પરશોત્તમભાઈ સોલંકી – ગીર સોમનાથ (ઉના)

12. બચુભાઈ ખાબડ – દાહોદ (સિંઘવડ)

13. મુકેશભાઈ પટેલ – નવસારી (જલાલપોર)

14. પ્રફુલ પાનશેરીયા – સુરત (ઉમરપાડા)

15. ભીખુસિંહજી પરમાર – છોટા ઉદેપુર (જેતપુર પાવી)

16. કુંવરજીભાઈ હળપતિ – ભરૂચ (શહેર)

આ ઉપરાંત સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ડી-કેબિન ખાતે નવનિર્મિત રોડ અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મેયર શ્રીમતી…

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા દ્વારા પ્રથમ થ્રી ફેસ ઇલેક્ટ્રિક લોકોનું ટીઓએચ મુખ્ય શેડ્યૂલ સફળતાપૂર્વક થયું પૂર્ણ

અમદાવાદ, સંજીવ રાજપૂત: પશ્ચિમ રેલવે ના અમદાવાદ રેલવે મંડળ ના ઇલેક્ટ્રિક લોકો શેડ…

ધોળકાના કેલીયા વાસણા ગામનાં મહિલા સરપંચ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશિષ્ટ અતિથિ બનશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગ્રામ…

1 of 576

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *