Latest

જામનગરમાં 3 માળની જર્જરિત ઇમારત ધરાશાયી. 3 લોકોના મોત

જામનગર જામનગર ની સાધના કોલોની વિસ્તાર ખાતે ગુજરાત હાઉસીંગની જર્જરિત ઇમારત ધરાશાયી થવાની ગમખ્વાર ઘટના સામે આવી છે. સૂત્રો મુજબ મળતી માહિતી મુજબ ઇમારતના 6 બ્લોક ધરાશાયી થયા છે અને આશરે 10 લોકો દબાયા હોવાની આશંકા સેવાઇ રહી છે જ્યારે 6 લોકોને હોસ્પિટલ ખાતે ખેસેડવામાં આવ્યા છે જેમાં 3 ના મોત અને એક ની હલાત ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે.

સ્થાનિક લોકો, ફાયર વિભાગ, 108, પોલીસ, જેસીબી સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને  કાટમાળ હટાવવાની અને બચાવ કાર્ય તાત્કાલિક ધોરણે ચાલી રહ્યું છે.  જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાને સમાચાર મળતા તેઓ પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને જાણકારી મેળવી ઘાયલોના ખબર અંતર પૂછ્યા હતા.

આ ઘટના બનતા સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં જોડાયા હતા. ઇમારત કઈ રીતે એકદમ ધરાશાયી થઈ? જો જર્જરિત હતી તો લોકોને પહેલા જણાવી અન્ય સ્થળે જવા કેમ જણાવવામાં ન આવ્યું? જેએમસી દ્વારા આગમચેતી શું પગલાં લેવાયા હતા? જેવા લોકોમાં ચર્ચાતા સવાલોના જવાબો સાચી તપાસના અંતે બહાર આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *