Latest

૫ એપ્રિલ – નેશનલ મેરિટાઇમ ડે (રાષ્ટ્રીય દરિયાઈ દિવસ)

વડાપ્રધાનના ‘વિરાસત ભી વિકાસ ભી’ના ધ્યેયને ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ સાકાર કરશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય વેપાર કેન્દ્રની સાથે સાથે ભારતની સમુદ્ર શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ હતું. આ ઐતિહાસિક સિંધુ સંસ્કૃતિના ઇતિહાસના સાક્ષી સમા લોથલમાં ભારતના ભવ્ય દરિયાઈ વારસાને દર્શાવતું ‘નેશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ (NMHC) નિર્માણ પામી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે પાંચ પ્રણો આપ્યાં છે, તેમાંનું એક પ્રણ પ્રાચીન વિરાસતોનું સંવર્ધન કરવાનું છે, જે ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ના નિર્માણ થકી સાકાર થવા જઈ રહ્યું છે. પાંચ હજાર વર્ષ પહેલાં ભારત કેવી સભ્યતા ધરાવતું રાષ્ટ્ર હતું, કેવી રીતે વૈશ્વિક વ્યાપાર કરાતો હતો, તેનું જીવંત નિદર્શન આ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં કરવામાં આવશે.

‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’માં ઇતિહાસ, શિક્ષણ, સંશોધન અને મનોરંજનનો સુભગ સમન્વય સર્જાશે. લોથલ પાંચેક હજાર વર્ષ પહેલાં માત્ર એક બંદર જ નહોતું, પરંતુ અહીં દરિયાઈ જહાજો પણ બનતાં હતાં, એ જ્વલંત ઇતિહાસ અહીં ફરી જીવંત થશે. આધુનિક ટેક્નોલોજી થકી ભવ્ય દરિયાઈ પ્રાચીન વારસાની અનુભૂતિ કરાવવામાં આવશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિના કારણે આ અતિપ્રાચીન સ્થળનો ફરી વિકાસ શક્ય બન્યો છે. ગુજરાતની પ્રાચીન ધરોહરનું મહત્ત્વનું સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આમ, ગુજરાતના સમૃદ્ધ પ્રાચીન સામુદ્રિક વારસાની વિરાસતને આધુનિક યુગના આયામો સાથે જોડીને નિર્માણ થઇ રહેલું આ મ્યુઝિયમ ‘વિરાસત ભી વિકાસ ભી’ના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના ધ્યેયને સાકાર કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા ગુજરાતના લોથલ ખાતે ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’નું નિર્માણ થઇ રહ્યું છે.

ભારત દેશના મેરિટાઈમ ઇતિહાસ અને ટેક્નોક્રાફ્ટના મિશ્રણ સાથે તૈયાર થનારું આ હેરિટેજ કૉમ્પ્લેક્સ લોકો માટે એક પ્રવાસન સ્થળ ઉપરાંત અભ્યાસ માટેનું કેન્દ્ર બનશે.

નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ એક નવા આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે અને વિશ્વના અન્ય આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમકક્ષ તેની સારસંભાળ લેવામાં આવશે.

આ પ્રોજેક્ટ સમગ્ર ભાલ પ્રદેશની અર્થવ્યવસ્થા વિકસાવવામાં પણ મદદરૂપ સાબિત થશે. જેના પરિણામ સ્વરૂપે હજારો લોકો માટે રોજગારીની અનેક તકો અહીં સર્જાશે તેમજ સંખ્યાબંધ કુટીર ઉદ્યોગોના વિકાસની પણ અનેક રાહ ખુલશે.

નેશનલ મેરિટાઇમ દિવસ લઈને કેન્દ્રીય પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, “ભારતનો દરિયાઈ વારસો એ સ્થિતિસ્થાપકતા, નવીનતા અને વૈશ્વિક જોડાણનો વારસો છે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ એ માત્ર આપણા દરિયાઈ વારસાને સન્માનિત નથી કરતું,

પણ તે એક એવી દીવાદાંડી સમાન છે, જે જ્ઞાન, ઇનોવેશન અને રાષ્ટ્રીય ગૌરવ સાથે ભવિષ્યની પેઢીઓનું માર્ગદર્શન કરશે. આ સંકુલ દ્વારા આપણે આપણી સમૃદ્ધ પરંપરાઓને જાળવીને દેશને એક ઉજ્જવળ અને પ્રગતિશીલ દરિયાઈ ભવિષ્ય તરફ લઈ જઈ રહ્યા છીએ.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, આપણે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ 2025ની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે MoPSW ભારતના દરિયાઈ માળખાને મજબૂત બનાવવા, ટકાઉપણાને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક ભાગીદારી વધારવા માટે સમર્પિત છે.

NMHC એ વારસો અને પ્રગતિ બંને પ્રત્યે ભારતના અતૂટ સમર્પણનું પ્રતીક છે, જે ભારતના મજબૂત દરિયાઈ ભવિષ્યને આકાર આપીને ‘વિકાસ ભી, વિરાસત ભી’ની ભાવનાને સાકાર કરે છે. NMHC વિશ્વભરના વિદ્વાનો, ઇતિહાસકારો અને મુલાકાતીઓ માટે એક એવા કેન્દ્ર તરીકે સેવા આપશે,

જે તેમને ભારતની સમૃદ્ધ દરિયાઈ પરંપરાઓ અને પ્રગતિની એક અનોખી ઝલક આપશે. તેમાં અત્યાધુનિક સંગ્રહાલયો, વારસા સંરક્ષણ માટેની પહેલો, ઇન્ટરેક્ટિવ ડિજિટલ ડિસ્પ્લે અને દરિયાઈ સંશોધન અને ઇનોવેશન માટે આંતરરાષ્ટ્રીય સહયોગ પ્લેટફૉર્મનો સમાવેશ થશે.

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, “ભારતનો દરિયાઈ વારસો એ અપાર ગૌરવ અને પ્રેરણાનો સ્રોત છે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ દ્વારા આપણે ફક્ત આપણાં ભવ્ય વારસાનું સંરક્ષણ નથી કરી રહ્યા, પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે જ્ઞાન અને પ્રેરણા મેળવવા માટેનું એક માધ્યમ પણ બનાવી રહ્યા છીએ.

આ પ્રોજેક્ટ પ્રગતિશીલ દરિયાઈ ભવિષ્ય તરફ આગળ વધતા તેના સાંસ્કૃતિક મૂળિયાને જાળવવાની ભારતની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો બનશે.” આપણે રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે MoPSW ભારતના મેરિટાઇમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા, ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક ભાગીદારી વધારવા માટે સમર્પિત છે. NMHC વારસા અને પ્રગતિ બંને પ્રત્યેના અમારા અતૂટ સમર્પણનું પ્રતીક છે, જે વિકાસ ભી, વિરાસત ભીની ભાવનાને ઉજાગર કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોથલમાં હેરિટેજ મ્યુઝિયમનું નિર્માણ એ રીતે કરવામાં આવી રહ્યું છે કે ભારતનો સામાન્ય માણસ તેનો ઇતિહાસ સરળતાથી સમજી શકે.

જેમાં અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ જ યુગને ફરી સજીવન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોથલ, હડપ્પન સંસ્કૃતિ સમયના અગ્રણી શહેરોમાંનું એક હતું અને સૌથી જૂના માનવસર્જિત ડોકયાર્ડની શોધ માટે તે જાણીતું છે. લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમનું નિર્માણ એ શહેરના ઐતિહાસિક વારસા અને ધરોહરની સ્મૃતિના જતન માટે એકદમ યોગ્ય છે.

આ સાથે આ પહેલ મેરિટાઇમ હેરિટેજ ટુરિઝમ, સંશોધન અને નીતિગત વિકાસમાં ભારતને એક વૈશ્વિક કેન્દ્ર બનાવીને વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ વિઝનને સાકાર કરે છે.

૨૦૨૫ના અંત સુધીમાં ફેઝ ૧-Aના ભાગ રૂપે ૬ મ્યુઝિયમ ગેલેરીઓ સંપૂર્ણપણે કાર્યરત થવાની સંભાવના છે. જ્યારે ફેઝ ૧-B હેઠળ વધારાની ૮ ગેલેરીઓ પછીના તબક્કામાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

દુનિયાના સૌથી ઊંચું લાઈટ હાઉસ મ્યુઝિયમનું આ કૉમ્પ્લેક્સમાં બનશે

નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ પણ તૈયાર થશે. આ આઇકોનિક લાઇટહાઉસ મ્યુઝિયમ હશે. આ લાઇટહાઉસ મ્યુઝિયમ ૭૭ મીટરનું હશે જેમાં ૬૫ મીટર ઉપર ઓપન ગેલેરી હશે,

જે સમગ્ર સંકુલના તમામ મુલાકાતીઓને ઓપન એર વ્યૂઇંગ ગેલેરી પ્રદાન કરશે. એટલું જ નહીં, રાત્રીના સમયે લાઇટિંગ શો પણ થશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ મ્યુઝિયમમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની સુવિધા પણ ઊભી કરવામાં આવશે.

૧૦૦ રૂમનું ટેન્ટ સિટી અને રિસોર્ટ પણ તૈયાર થશે. આખા મ્યુઝિયમમાં ફરવા માટે ઈ-કારની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. ૫૦૦ ઇલેક્ટ્રિક કારના પાર્કિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. આ ઉપરાંત ૬૬ કે.વીનું સબસ્ટેશન પણ કાર્યરત થઇ ગયું છે.

સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી ૧૪ ગેલેરીઓ જોવા મળશે

આ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ લગભગ રૂ. ૪,૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઇ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે ૩૭૫ એકર જમીન રાજ્ય સરકારે ફાળવી છે.

આ મ્યુઝિયમમાં હડપ્પન આર્કિટેક્ચર અને જીવનશૈલીને ફરીથી ઉજાગર કરવા માટે લોથલ મિની રિક્રિએશન ઉપરાંત ‘મેમોરિયલ થીમ પાર્ક’, ‘મેરિટાઇમ અને નેવી થીમ પાર્ક’, ‘ક્લાઇમેટ થીમ પાર્ક’ ‘તેમજ એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક’ જેવા ચાર થીમ પાર્કના નિર્માણના પગલે  ઘણી આવિષ્કારી અને યુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. હડપ્પીયન સમયથી શરૂ કરીને આજ સુધીના ભારતના સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી ૧૪ ગેલેરીઓ તેમજ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ સમુદ્રી વારસાને પ્રદર્શિત કરતું કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન પણ અહીં રાખવામાં આવશે.

નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં મેરિટાઇમ યુનિવર્સિટી બનશે

સૌથી અગત્યની વાત એ પણ છે કે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં મેરિટાઇમ યુનિવર્સિટી બનશે. આમ, મેરીટાઈમની ડિગ્રી એક જગ્યાએ પ્રાપ્ત થશે. સાથો-સાથ સ્ટુડન્ટ્સ એક્સેચેન્જ પ્રોગ્રામને વેગ મળશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં માત્ર મેરીટાઈમ કૉમ્પ્લેક્સ જ નહીં પરંતુ અભ્યાસ માટે ઈન્સ્ટિટ્યૂટ પણ બનાવવામાં આવશે. આ સાથો-સાથ દુનિયાની સૌથી મોટી અંડર વોટર થીમિંગ ઓપન ગેલેરી પણ આ જ કૉમ્પ્લેક્સ બનાવવામાં આવશે. આ મ્યુઝિયમનાં મુલાકાતીઓને એક ભવ્ય મેરિટીઇમ ઇતિહાસમાંથી પસાર કરશે અને તેમને એક વિશ્વસ્તરીય મ્યુઝિયમની મુલાકાતનો અનુભવ મળશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશરનોમની સંતવાણી, મહાપ્રસાદ સહિતના ભકિતસભર કાર્યક્રમો સાથે થશે ઉજવણી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ઈશરધામ (સચાણા) ખાતે આગામી તા.૬ એપ્રિલ રામનવમીને…

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટર

એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ…

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

મહેસાણા, સંજીવ રાજપૂત: સરકારની વિવિધ વિભાગની યોજનાઓ થકી દરેક સમાજની મહિલાઓનો…

1 of 588

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *