Latest

૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ@ અંબાજી : અંતિમ દિવસ

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ કાર્યક્રમ યોજાયો

સંસ્કૃત પાઠશાળાના ૩૦૦ કરતાં વધુ ઋષિકુમારોએ મંત્રોત્સવ કાર્યક્રમ થકી માઇભક્તોને દિવ્યતાઓ અનુભવ કરાવ્યો

ડ્રોન દ્વારા માઇભક્તો પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી: ૧૫ ફેબ્રુઆરી સુધીમાં ૯ લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા

રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે તા. ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી-૨૦૨૪ દરમિયાન આયોજિત શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ કાર્યક્રમ યોજાયો હતો.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટીદાર સુશ્રી સિદ્ધિ વર્માએ મંત્રોત્સવ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલ ઋષિકુમારોને આવકારી ૫૧ શક્તિપીઠ પરિક્રમા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. મંત્રોત્સવ કાર્યક્રમમાં અલગ અલગ સંસ્કૃત પાઠશાળાના ૩૦૦ કરતાં વધુ ઋષિકુમારોએ ભાગ લીધો હતો અને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા ૫૧ શક્તિપીઠ પ્રાંગણમાં દિવ્ય અનુભતિનો અહેસાસ માઈભક્તોને કરાવ્યો હતો.

આ પ્રસંગે શક્તિપીઠ પરિક્રમામાં સહભાગી બની રહેલા ભાવિક શ્રદ્ધાળુઓ પર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતાં સમગ્ર પરિસર ધર્મમય માહોલમાં એકાકાર બની જય અંબેના જય નાદથી ગુંજી ઉઠ્યું હતું. ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ના અંતિમ દિવસે સાંજે મંત્રાક્ષરી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બનનાર સ્પર્ધકોને સન્માનિત કરવામાં આવશે.

રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પાંચ દિવસીય મહોત્સવ માં છેલ્લા દિવસે માનવ મહેરામણ ઉમટયો હતો અને શ્રદ્ધાળુઓએ પરિક્રમા પથ પર પ્રયાણ કરી હર્ષ અને આનંદની અનુભૂતિ સાથે ધાર્મિક જાત્રાનો લ્હાવો લીધો હતો.

રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પાંચ દિવસ પરિવહન, ભોજન, અને વિસામો સહિતની નિઃશુલ્ક વ્યવસ્થાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેના લીધે ગુજરાતના ખૂણે ખૂણેથી ૧૨ થી ૧૫ ફેબ્રુઆરી સુધીમાં ૯ લાખ જેટલા ભાવિક શ્રદ્ધાળુઓ આ અવસરમાં સહભાગી બની ધન્ય બન્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે ટ્રાફીક એજ્યુકેશન કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ…

1 of 575

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *