Latest

58મા ‘રાઇઝિંગ દિવસની ઉજવણી કરતું ભારતીય સેનાનું અમદાવાદ ગોલ્ડન કટાર ડિવિઝન

અમદાવાદ: ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા 01 એપ્રિલ 2023ના રોજ 58મા રાઇઝિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ગોલ્ડન કટાર ડિવિઝનના અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે આવેલા યુદ્ધ સ્મારક પાર્ક ખાતે યોજાયેલા એક ગરિમાપૂર્ણ કાર્યક્રમ દરમિયાન કમાન્ડિંગ જનરલ ઓફિસરે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પુષ્પાંજલિ આપી હતી. આ દિવસ આપણા વીર અને નિવૃત્ત સૈનિકોને વંદન કરવા માટે પણ સમર્પિત કરવામાં આવ્યો હતો જેમણે તેમની નિષ્ઠા અને બલિદાનથી આ ડિવિઝનનું જતન કર્યું છે.

ગોલ્ડન કટાર ડિવિઝનનો ઇતિહાસ વીરતાની ગાથા છે, અજોડ સાહસથી ભરપૂર શૌર્યપૂર્ણ કાર્યો તેમાં સામેલ છે. ભારતીય સેનાએ 1965માં 340 ચોરસ કિમી અને 1971 દરમિયાન 7443 ચોરસ કિમી પર કબજો કર્યો ત્યારે દેશને આ યુદ્ધો દરમિયાન મળેલી સફળતાથી પણ આ બાબત સ્પષ્ટ થઇ હતી.

ગોલ્ડન કટાર ડિવિઝન હંમેશા ગુજરાત રાજ્યમાં તેમના સાથી દેશવાસીઓને મદદ અને સહકાર પહોંચાડવા માટે પ્રયત્નશીલ રહે છે. તાજેતરના કેટલાક ઉદાહરણો પર નજર કરીએ તો, તૌક્તે ચક્રાવાત, કોવિડ-19 અને મોરબીનો પૂલ તૂટી પડવાની દુર્ઘટના દરમિયાન તેમણે કરેલા રાહત કાર્યો છે.

આ ફોર્મેશને “ગ્રામ સેવા, દેશસેવા” હેઠળ ગામડાઓનું મજબૂતીકરણ કરવા અને સુરક્ષા દળો દ્વારા સરહદી ગામોને દત્તક લેવા માટેની વિવિધ પહેલોને પણ સમર્થન આપ્યું છે. ગુજરાત રાજ્યમાં આવેલી શિક્ષણ સંસ્થાઓ અને ઉદ્યોગો સાથે મળીને અત્યાધુનિક ટેકનોલોજીના વિકાસને ઉત્પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ ડિવિઝને “પરિવર્તન વર્ષ 2023″ની થીમ સાથે પોતાને ફરીથી દેશ સેવામાં સમર્પિત કર્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે ‘એક સ્ટેશન એક ઉત્પાદન’ સ્ટોલ અને ઉધના રેલવે ગુડ્સ શેડનું લોકાર્પણ

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદથી રૂ.૮૫ હજાર…

ચેમ્બર ઓફ કોમર્સના લેડિઝ વિંગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત ‘લેડિઝ ટેલેન્ટ શો’ યોજાયો

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત લેડિઝ ટેલેન્ટ શો’માં ર૦ જેટલી મહિલાઓએ પોતાની કલાકૃતિ…

1 of 539

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *