Breaking NewsLatest

7રાજપૂત સમાજને એક કરીને બનાવેલા સંગઠનના વડા તરીકે સાણંદમાં લક્ષ્મણસિંહ યાદવનો પદગ્રહણ સમારોહ યોજાયો

રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલરનું બંધારણ જાહેર કરાયું

શહીદ મહિપાલસિંહ વાળાને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ:સમાજના લોકોએ બંધારણને પાળવાનીપ્રતિજ્ઞા લીધી

સાણંદ APMCનાં પ્રાંગણ ખાતે રાજપૂત ક્ષત્રિય સમાજની રાજ્યકક્ષાની મહાચિંતન શિબિર યોજાઇ છે. જેમાં રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ સંગઠનની જાહેરાત કરવામાં આવી છે.

રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલનાં પ્રમુખ તરીકે લક્ષ્મણસિંહ યાદવની જાહેરાત કરવામાં આવી છે. તેઓને પાઘડી પહેરાવી અને પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા. સાથે સૌ લોકોએ શહીદ મહિપાલસિંહ વાળાને શ્રધ્ધાંજલી આપી હતી.. શહીદના પરિવારને સન્માન સાથે સ્ટેજ સુધી લાવવામાં આવ્યા હતા.

રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલનાં પ્રમુખ લક્ષ્મણસિંહ યાદવને સમાજની આન, બાન, અને શાનના પાવન પ્રતિક સમી પાધડી અર્પણ સન્માન સમારોહમાં કારડીયા રાજપૂત ક્ષત્રિય સમાજ, શ્રી નાડોદા રાજપૂત ક્ષત્રિય સમાજ, વાવ થરાદ ધાનેરા સુઈ ગામ રાજપૂત ક્ષત્રિય સમાજ, ગુર્જર રાજપૂત ક્ષત્રિય સમાજ,  હિંદવાણી રાજપૂત ક્ષત્રિય સમાજ, વાગડ રાજપૂત ક્ષત્રિય રાપર, ક્ચ્છ સહિત સમાજની

સંસ્થાના અગ્રણીઓ અને હોદેદારો જોડાયા હતા. થરાદના કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, વજુભાઇ ડોડીયા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. કાર્યક્રમમાં સમાજનાં લોકોએ બંધારણને પાળવાની પ્રતિજ્ઞા લીધી કારડિયા રાજપૂત સહિત વિવિધ 7 રાજપૂત સમાજને એક કરીને બનાવવામાં આવેલા સંગઠન એવા રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના બંધારણ જાહેર કરવામાં આવ્યું છે. સમાજના તમામ આગેવાનો અને હાજર સમાજના લોકોએ બંધારણને પાળવાની પ્રતિજ્ઞા લીધી હતી

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્લભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ૯ મી ડિસેમ્બરના રોજ ગોધરા ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના…

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

1 of 676

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *