Latest

૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલ, શ્રી સી.જી.બુટાલા સર્વોદય હાઇસ્કૂલ, કલરવ સ્કુલ અને બી-કનાઈ સ્કૂલ મોડાસા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમની દબદબા ભેર કરવામાં આવી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આજ રોજ તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૨૩ ને ગુરુવારના રોજ મોડાસા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલ, શ્રી સી.જી.બુટાલા સર્વોદય હાઇસ્કૂલ, કલરવ સ્કુલ અને બી-કનાઈ સ્કૂલ મોડાસા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમમાં મોડાસા કેળવણી મંડળના પ્રમુખશ્રી બિપીનકુમાર ર. શાહ ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો, આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના સૌ પદાધિકારીઓ, માંડલ સંચાલિત શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈ-બહેનો, વહીવટી મિત્રો, નગરજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ઠ સિધ્ધિઓ પ્રાપ્ત કરવા બદલ વિદ્યાર્થી ભાઈ-બહેનો અને શિક્ષક મિત્રોને પ્રમુખશ્રી દ્વારા ટ્રોફી એનાયત કરી સન્માનવામાં આવ્યા હતા.

ત્યારબાદ વિદ્યાર્થીઓ વિશિષ્ઠ પરેડ રજુ કરવામાં આવી હતી. કેળવણી મંડળના આધ્યસ્થાપક મથુરદાસ લાલજીભાઈ ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવામાં આવી હતી. આ ધ્વજવંદન સમારોહ પ્રસંગે પ્રમુખશ્રી દ્વારા વર્ષ દરમ્યાનની વિશિષ્ઠ સિદ્ધિઓની રજૂઆત કરવામાં આવી. અને બાળકોમાં દેશ પ્રેમ ના બીજ રોપાય તેવું મનનીય વક્તવ્ય આપવામાં આવ્યું હતો. ધ્વજવંદનનો આ સમગ્ર કાર્યક્રમ શાળાની યુ-ટ્યુબ ચેનલ પર લાઈવ કરવામાં આવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *