કળયુગમાં પણ સાક્ષાત શ્રવણના દર્શન કરાવતો કિસ્સો
લીંબડી ખાતે આવેલ વૈકુંઠધામ વૃદ્ધાશ્રમમાં કરુણાની સાથે લોહીના સંબંધો કરતા લાગણીના સંબંધ વધુ મજબૂત હોય છે એવા દ્રશ્યો સામે આવ્યા
આજના આ કળયુગમા પણ શ્રવણ જીવીત હોય તેવો કરુણાત્મક લાગણીના સંબંધો નો કિસ્સો સામે આવ્યો લિંબડી ખાતે વૈકુંઠધામ વૃદ્ધાશ્રમ માં રહેતા સવિતાબા જેની ઉંમર 92 વર્ષની છે. પતિના મૃત્યુ પછી સવિતાબા વૈકુંઠધામ વૃદ્ધાશ્રમ માં રહે છે. વૃદ્ધ આશ્રમ ના ટ્રસ્ટી બા ની સેવા કરતા જયારે બા પણ મહેશભાઈ ને દીકરાની જેમ ગણતા ,
બા ને દીકરો મળી ગયો અને દીકરાને બા મળ્યા હોય તેવા માતૃત્વ ના દ્રશ્યો જોવા મળતા હતા થોડા દિવસ થયા સવિતાબા ની તબિયત નરમ ગરમ રહેવા લાગી એક દિવસ તબિયત વધારે ખરાબ થઈ મહેશભાઈ સેવા કરતા હતા બા એ કહ્યું બેટા આજે ઈશ્વરનું તેડું આવે તેમ છે, સવાર નહીં કાઢું મહેશભાઈએ હસતા હસતા કહ્યું કે બા ઉપરનું તેડું આવે તો આપણે ના ન પાડી શકાય
પરંતુ તમારી કઈ ઈચ્છા હોય તો કહો એ હું પુરી કરી શકું બા એ કહ્યું કે હવે કોઈ ઈચ્છા નથી હવે જીવવાની પણ ઈચ્છા નથી કેટલાય સંબંધો સુખ દુઃખ આપી ગયા પણ તારી પાસે આવ્યા પછી મને જે લાગણી મળી છે તો મને એમ થાય છે કે તું મારો દીકરો છે અને તું જ મારા અંતિમ સંસ્કાર કરજે હું તારી કઈ નથી છતાં તું મારી સેવા કરે છે મને થાય છે કે તું મને અંતિમ સંસ્કાર કરે તો મારો આત્મા શાંતિ પામે બા દ્વારા બોલાયેલા આ શબ્દો સાંભળીને મહેશભાઈ તેમજ રૂમમાં રહેલા બધા વૃદ્ધોની આંખમાં આંસુ આવી ગયા કેટલાક તો મોટે અવાજે રડી પડ્યા
આ લાગણીના સંબંધો હતા કેટલો બધો વિશ્વાસ મહેશભાઈ એ આખ માથી આશું લુછતા બા ને કહ્યું તમારા અંતિમ સંસ્કાર ચોક્કસ હું જ કરીશ ભલે તમારે સગા સંબંધી આવે પરંતુ અંતિમ સંસ્કાર મારા હાથે જ કરીશ મહેશભાઈ ની વાત સાંભળી બા ને શાંતિ થઈ તાવ ઉતારવા લાગ્યો બા આખો મિચી , શાંતિ થી સુઈ ગયા. આ વૈકુંઠ વૃદ્ધાશ્રમમાં આશરે કુલ ૨૪ વૃદ્ધ વડીલો એક પરિવારની જેમ તેમજ પરસ્પર પ્રેમ હૂફ અને સહાનુભૂતિની છતમાં રહે છે આ કળિયુગમાં ધણા કિસ્સાઓ સમાજને લાલબત્તી સમાન સાબિત થાય છે તો ધણા કિસ્સાઓ સમાજને સંસ્કૃતિ અને સંસ્કાર ના દર્શન કરાવે છે
બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સુરેન્દ્રનગર