અંબાજી કુંભારીયા વિસ્તારમાં આવેલું રાજ્ય સરકાર હસ્તક આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે સરકાર શ્રી ના પીએમ જેવાય ના હેઠળ કાર્ડ કાઢવામાં આવે છે તેમ જ ધારકોને મફત સારવાર આપવામાં આવે છે.તારીખ ૧૫/૦૬/૨૦૨૩ ના રોજ દર્દી નામે માનાભાઈ પરમાર ની ડાયાબિટીસ ના કારણે પગમાં ગેંગ ગ્રીન થયું હતું અને એ દર્દીને પ્રાઇવેટ હોસ્પિટલ માં સારવાર કરવામાં લગભગ એક લાખ રૂપિયા સુધી થયો હતો.
તો પણ તે દર્દીને સારવાર દરમિયાન ઠીક ના થતાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે પી.એમ.જે.વાય કાર્ડ હેઠળ નિશુલ ઓપરેશન ડો.મનસુખ પટેલ સાહેબ અને ડો.વાય.કે.મકવાણા સાહેબ એનેસ્થેસિયા આપીને ફ્રીમાં પી.એમ.જે.વાય કાર્ડ હેઠળ ઓપરેશન કરાવેલ હતું છેલ્લા ત્રણ મહિનામાં પી.એમ.જે.વાય કાર્ડ હેઠળ દર્દીના કાર્ડ કાઢવામાં તેમજ વિના મૂલ્ય ડીલેવરી ઓપરેશન તેમજ મેડિકલ સારવાર ફ્રીમાં કરી આપવામાં આવે છે.
અગાઉ ૨૬/૦૫/૨૦૨૩ તારીખે પી.એમ.જે.વાય કિયસ્કો ડેસ્ક ને આર.ડી.ડી સાહેબના હસ્તે ઉ્દઘાટન કરવામાં આવેલ હતું.અમુક રાજસ્થાનના દર્દીઓ જોડે કાર્ડ ના હોય તો પણ તેનું વિનામૂલ્ય ઓપરેશન અત્રે આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ના તારીખ ૧૪/૦૬/૨૦૨૩ ના દર્દીનું નામ અંબા દેવી જેનું ઓપરેશન નિશુલ્ક પણે કરી આપવામાં આવ્યું.જેમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં પી.એમ.જે.વાય હેઠળ આઠ લાખ ઉપર કામ થયેલ ચાલુ મહિના સાથે છે
અંબાજી પ્રહલાદ પૂજારી