સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સી પી પટેલ એન્ડ એફ એચ શાહ કોમર્સ ઓટોનોમસ કોલેજ આણંદ માં અભ્યાશ કરતા વિદ્યાર્થી રાણા મિહિર જીગ્નેશભાઈ જેવો એ આણંદ સાંસદ યોગ સ્પર્ધા માં પ્રથમ નંબર મેળવ્યો
યોગ એ પરમાત્માનો ભાગ છે જે ઈશ્વરે સ્વયંમ રચના કરી ને માનવ જીવન માં ઘરેણાં રૂપી આપેલ અમૂલ્ય ભેટ છે કોલેજ ના વિદ્યાર્થીએ છેલ્લા 5 વર્ષ થી યોગ સાથે જોડાયેલ છે અને આવનારા વર્ષોમાં પણ તેવી સ્વયંમ પોતાને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે પસંદગી થાય તે માટે ખૂબ મહેનત કરી રહ્યા છે
કોલેજના આચાર્ય ડૉ આર ડી મોદી સર તથા મેનેજીંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ડૉ ભીખાભાઈ પટેલ સાહેબે અભિનદન પાઠવ્યા હતા તથા રમત ગમત વિભાગ ના પ્રોફેસર રિતેશ ભાઈ વણકર તથા સમગ્ર કોલેજ પરિવારે ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરી ને વિદ્યાર્થી યોગ માં પોતાનું જીવન સાર્થક કરી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનું જે સપનુ છે યોગમય ભારત જે અવશ્ય આપના કોલેજના તારલાઓ નો સિંહફાળો રહેશે અને નવા ભારત માં પોતાનું યોગદાન અવશ્ય આપશે.
ભાવેશ મુલાણી, ભરૂચ.